ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મકર સંક્રાંતિ પર બસ આટલા સમય સુધી જ રહેશે પુણ્યકાળ, નોટ કરી લેજો, દાન-સ્નાનનું શુભ મુહૂર્ત

માન્યતા / મકર સંક્રાંતિ પર બસ આટલા સમય સુધી જ રહેશે પુણ્યકાળ, નોટ કરી લેજો, દાન-સ્નાનનું શુભ મુહૂર્ત

Published By: Nirav Kumar

Last Updated: 10:54 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મકરસંક્રાંતિ પર દાન માટે પુણ્યકાળ કયો છે? કયો સમય જપ, તપ અને દાન માટે યોગ્ય છે? તે જાણીએ.

ADVERTISEMENT

એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવે છે. જેમાં મકરસંક્રાંતિને સૌથી મહત્વની સંક્રાંતિ મનાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે. આ દરમિયાન કરવામાં આવતા જપ, તપ અને દાનને ખૂબ જ ફળદાયી મનાય છે. આથી મકરસંક્રાંતિ પર લોકો પવિત્ર નદીએ જઈને પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ દાન કાર્યો કરે છે. મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન માટે પુણ્યકાળ સૌથી શુભ સમય મનાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે મકરસંક્રાંતિ માટે શુભ સમય કયો રહેશે.

14  જાન્યુઆરીએ બપોરે 3:13 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી આ દિવસે મકરસંક્રાંતિ ઉજવવી જોઈએ છે. આ શુભ દરમિયાન સ્નાન, ધ્યાન અને દાનને ફળદાયી મનાય છે. જેમાં પુણ્યકાલ બપોરે 3:13 થી 5:45 સુધી ચાલશે જ્યારે મહાપુણ્યકાલ બપોરે 3:13  થી 4:58 સુધી ચાલશે.

  • લગ્ન માટે શુભ સમય

મકરસંક્રાંતિનો તહેવાર અનેક રીતે ખાસ મનાય છે. આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના રાશિમાં પ્રવેશ કરે છે જેમાં સૂર્ય અને શનિનું મિલન થાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી કમુરતા સમાપ્ત થાય છે ત્યાર બાદ લગ્ન જેવા શુભ કાર્યો શરૂ થાય છે.

vtv app promotion
  • મકરસંક્રાંતિ પર શું કરવું?

મકરસંક્રાંતિ પર સવારે સ્નાન કરો અને સૂર્ય દેવની પ્રાર્થના કરો. ત્યાર બાદ સૂર્ય અને શનિ સંબંધિત મંત્રોચ્ચાર કરો. જો પોસિબલ હોય તો ભગવદ ગીતાનો પણ પાઠ કરો. આ શુભ સમયે અનાજ, ઘી અને ધાબળાનું દાન કરવું જોઈએ. આ દિવસે તલ અને ગોળનું દાન કરવું શુભ મનાય છે. સાંજે તાજા અનાજમાંથી ખીચડી તૈયાર કરો અને તેને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરો. ત્યાર બાદ તેનું સેવન કરો.

વધુ વાંચો : 14 અથવા 15 જાન્યુઆરી, ક્યારે મનાવાશે મકર સંક્રાંતિ, પંડિતોએ પંચાગ જોઈને આપ્યો જવાબ

  • 23 વર્ષ બાદ દુર્લભ સંયોગ
    આ વખતે બીજો એક સંયોગ મકરસંક્રાંતિના તહેવારને ખાસ બનાવશે. ષટતિલા એકાદશી પણ મકરસંક્રાંતિના દિવસે છે. મકરસંક્રાંતિ અને ષટતિલા એકાદશીનો આ સંયોગ લગભગ 23 વર્ષ બાદ બનશે. અગાઉ આ સંયોગ 2003 માં બન્યો હતો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punyakaal Mahapunyakaal Makar Sankranti

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ