બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:27 PM, 12 January 2026
આ વખતે મકરસંક્રાંતિના તહેવારની તારીખને લઇ મુંજવણ છે. જેમાં અમુક લોકો કહે છે કે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી 2026 ના રોજ આવશે તો અમુક 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હોવાનું કહી રહ્યા છે. આ અંગે જ્યોતિષના પંડિતોમાં પણ અલગ અલગ મત છે. ચાલો જાણીએ કે, મકરસંક્રાંતિ પર પૂજા માટે શુભ સમય વિશે.
ADVERTISEMENT
આ વર્ષે અનેક અગ્રણી જ્યોતિષીઓ અને પંડિતોમાં મકરસંક્રાંતિની તારીખ અંગે ચર્ચા શરૂ થઈ છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણની શરૂઆત. આ સંક્રાંતિ એ પણ દર્શાવે છે કે દેવતાઓને સૂર્ય તરફથી ધન, સમૃદ્ધિ અને કીર્તિનો આશીર્વાદ મળે છે.
જેમાં એક જ્યોતિષ પંડિતના અભિપ્રાય મુજબ આ સમયે, સૂર્ય 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવી શુભ માનવામાં આવે છે. જે લોકો 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવાની ચર્ચા કરી રહ્યા છે તેમના માટે 15 જાન્યુઆરી ગુરુવાર છે અને તે દિવસે ખીચડી ખાવાની મનાઈ છે. આથી ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ષટ્તિલા એકાદશી સાથે ઉજવવામાં આવશે. જો તમે ઈચ્છો તો 15 જાન્યુઆરીએ ખીચડીનું દાન કરી શકો છો.
ADVERTISEMENT
તો બીજા એક જ્યોતિષ પંડિતના અભિપ્રાય મુજબ આ સૂર્ય 14 જાન્યુઆરીએ ઉત્તરાયણમાં પ્રવેશ કરશે. તેનો સમય બપોરે 3:13 વાગ્યાનો છે. આ દિવસે દાન માટેનો ખાસ સમય પણ આ સમયગાળા દરમિયાન બપોરે 3:13 થી 5:45 સુધીનો માનવામાં આવે છે. 14 જાન્યુઆરી ષટ્તિલા એકાદશી પર પણ આવવાની છે તેથી તે દિવસને બદલે બીજા દિવસે ચોખાનું દાન કરી શકાય છે. વધુમાં 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવી જોઈએ કેમ કે,આ દિવસે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરશે.
અન્ય એક જ્યોતિષીના મતે મકરસંક્રાંતિ એ સૂર્યનો તહેવાર છે જે પાક, ખેતી અને પ્રકૃતિ સાથે જોડાયેલ છે. મોટાભાગના પંચાંગ અનુસાર, સૂર્ય 14 જાન્યુઆરીએ બપોરે 3:13 વાગે મકર રાશિમાં ગોચર કરશે. અમુક જગ્યાએ આ સમય સવારે 3:07નો પણ જણાવવામાં આવ્યો છે. કેમ કે ગોચરનો સમય સ્થાનના આધારે થોડી મિનિટો બદલાઈ શકે છે. એવું મનાય છે કે ગ્રહોની ઉર્જા તેમના ગોચર પહેલાં જ સક્રિય થવા લાગે છે. આથી પૂજાની વાત આવે ત્યારે પૂજા માત્ર મકરસંક્રાંતિના દિવસે જ કરી શકાય. ચોખા ખાવા કે દાન કરવા અંગે જો કોઈ એકાદશીનું વ્રત રાખે તો તે દિવસે ચોખાનું સેવન કે દાન ન કરવું જોઈએ.
ADVERTISEMENT

આ સિવાય બીજા એક જ્યોતિષીના મતે આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ રાત્રે 9:49 વાગે થશે. આથી આ સંક્રાંતિ રાત્રે થવી જોઈએ. પરંતુ જો કેલેન્ડર મુજબ જો સૂર્યનું રાશિ પરિવર્તન રાત્રે થાય તો મકરસંક્રાંતિ ઉજવવામાં આવતી નથી. કેમ કે મકરસંક્રાંતિ એ સૂર્ય સાથે જોડાયેલો તહેવાર છે તેની તિથી સૂર્યોદયના આધારે નક્કી કરવામાં આવે છે. સૂર્યોદય બાદના 8 કલાકને સંક્રાંતિ કાળ માનવામાં આવે છે અને તે સમયગાળા દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર ધાર્મિક વિધિઓ સાથે ઉજવવામાં આવે છે. મતલબ કે, મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવી જોઈએ.
ADVERTISEMENT
આ વખતે એકાદશી તિથિ 14 જાન્યુઆરીની સવારે શરૂ થાય છે. આથી સ્નાન અને દાન જેવા ધાર્મિક વિધિઓ પણ 15 જાન્યુઆરીની સવારે કરી શકાય છે. આમ મકરસંક્રાંતિની પૂજા 14 અને 15 જાન્યુઆરી બંને દિવસે કરી શકાય છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.