બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / આ સીઝનમાં પંજાબની પહેલી હાર, હાઈ સ્કોર મેચમાં રાજસ્થાને 6 વિકેટે હરાવ્યું

PBKS vs RR / આ સીઝનમાં પંજાબની પહેલી હાર, હાઈ સ્કોર મેચમાં રાજસ્થાને 6 વિકેટે હરાવ્યું

Nirav Kumar

Last Updated: 11:58 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ IPLની સીઝનમાં પંજાબની પહેલી હાર થઈ છે. જેમાં તેને રાજસ્થાનને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેમ છતાં RRએ તેને ચેઝ કરી દીધો હતો. આ મેચમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને ડોનોવન ફરેરાએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

IPL 2026 ની 40મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાનનો 6 વિકેટથી વિજય થયો છે. IPL 2026 માં પંજાબ કિંગ્સની આ પહેલી હાર છે. આ મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરન સિંહ અને માર્કસ સ્ટોઈનિસની ફિફ્ટીની મદદથી 222 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને લાસ્ટ ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કરી દીધો હતો.

જેમાં પંજાબના ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે આ મેચમાં પંજાબને આક્રમક શરૂઆત અપાવી હતી. જેમાં તેને 2.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 37 રન એડ કર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશ આર્ય 11 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરતા કૂપર કોનોલીએ 14 બોલમાં 30 રન બનાવ્યા હતા. તો જ્યારે શ્રેયસ ઐયરે 27 બોલમાં 30 રન જોડ્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા માર્કસ સ્ટોઇનિસે 22 બોલમાં 62 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

VTV DIGITAL

ત્યાર બાદ 223 રનનો ટાર્ગેટ ચેઝ કરતા યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રન બનાવ્યા હતા જ્યારે વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 43 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે 20 બોલમાં 16 રન એડ કર્યા હતા. ડોનોવન ફરેરાએ 26 બોલમાં અણનમ 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેથી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે શુભમ દુબેએ 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાને 19.2 ઓવરમાં 228/4 રન બનાવીને 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.

આ મેચ હારવા છતાં પંજાબ ટોપ પર છે. પંજાબના 8 મેચમાં 13 પોઈન્ટ છે. તો RCB 8 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે રાજસ્થાન હવે 9 મેચમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવ્યું છે.

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

વધુ વાંચો : MI vs SRH મેચમાં રમશે રોહિત શર્મા? મુકાબલા પહેલા ફેંસ માટે આવી બેડ ન્યુઝ

પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર, કૂપર કોનોલી, સુર્યાંસ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Rajasthan Royals Punjab Kings
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ