બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / MI vs SRH મેચમાં રમશે રોહિત શર્મા? મુકાબલા પહેલા ફેંસ માટે આવી બેડ ન્યુઝ

ક્રિકેટ / MI vs SRH મેચમાં રમશે રોહિત શર્મા? મુકાબલા પહેલા ફેંસ માટે આવી બેડ ન્યુઝ

Nirav Kumar

Last Updated: 10:40 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB સામેની મેચમાં રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઇન્જરી થઇ હતી. આથી બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તે રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.

IPL 2026માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા સૌથી મોટો સવાલ એ છે કે રોહિત શર્મા રમશે કે નહીં? જેમાં મુંબઈ ઈન્ડિયન્સે સ્પષ્ટ કર્યું છે કે રોહિતની ફિટનેસ અંગેનો છેલ્લો નિર્ણય મેચના દિવસે ટોસ વખતે લેવામાં આવશે. જેમાં ટીમ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ રોહિત ઝડપથી ફીટ થઈ રહ્યો છે પરંતુ તેની અવેબેલીટી હજુ સુધી કન્ફર્મ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, 12 એપ્રિલે RCB સામેની મેચમાં રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ત્યારથી તે ગેમથી બહાર છે. જેથી MI ની બેટિંગમાં તેની ગેરહાજરી પણ અનુભવાઈ રહી છે. તેની ગેરહાજરીમાં મુંબઈએ ડી કોક, રિકેલ્ટન અને ડેનિશ માલવાર જેવા પ્લેયર્સને ઓપનિંગ બેટ્સમેન તરીકે અજમાવ્યા છે, પરંતુ કોઈ પણ કોમ્બીનેશન સફળ રહ્યું નથી. જેમાં માલવારનું તાજેતરનું પરફોર્મન્સ (2 અને 0) ટીમ માટે ચિંતાનું કારણ રહ્યું છે.

VTV DIGITAL
  • MI માટે રોહિત કેમ મહત્વનો?

રોહિતે આ સિઝનમાં થોડી જ મેચ રમી છે. પરંતુ આ દરમિયાન તેને 5.66 ની એવરેજ અને 165 ના સ્ટ્રાઈક રેટ સાથ 137 રન બનાવી તે ટીમના ટોપના સ્કોરર્સમાં સામેલ છે. તેની હાજરી ટીમને સ્થિરતા અને આક્રમક શરૂઆત આપે છે. રોહિતના ટીમમાં સામેલ થવા પર ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે. જેમાં MI કેમ્પ આશા વ્યક્ત કરી રહ્યું છે પરંતુ કોઈ ચોક્કસ નિવેદન નથી આવ્યું. આથી ફેંસે ટોસ સુધી રાહ જોવી પડશે.

વધુ વાંચો : શું IPL માં નહીં રમે MS ધોની? અપડેટ સામે આવતા સસ્પેન્સ પર પ્રશ્ન!

આ સિવાય મુંબઈ ટીમની મુશ્કેલીઓ અહીંયા જ સમાપ્ત થતી નથી. જેમાં મિશેલ સેન્ટનર પણ ઇન્જરીના લીધે બહાર છે અને કેશવ મહારાજને તેના સ્થાને સમાવવામાં આવ્યો છે. પ્લેઈંગ ઈલેવનમાં વિલ જેક્સના સ્થાન અંગે પણ સસ્પેન્સ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Mumbai Indians Rohit Sharma
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ