બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / શું IPL માં નહીં રમે MS ધોની? અપડેટ સામે આવતા સસ્પેન્સ પર પ્રશ્ન!

સ્પોર્ટ્સ / શું IPL માં નહીં રમે MS ધોની? અપડેટ સામે આવતા સસ્પેન્સ પર પ્રશ્ન!

Priyankka Triveddi

Last Updated: 07:11 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni ને લઈને એ તાજી અપડેટ સામે આવી છે. તેમના પાછા આવવાની રાહ જોઈને બેઠેલા દર્શકોની આશાને ઠેસ પહોંચી છે. એવું લાગી રહ્યું છે કે તેમના ફેન્સે હજુ વધારે રાહ જોવી પડશે. આ અંગે CSK ના હેડ કોચએ ધોનીને લઈને એક મોટી અપડેટ આપી છે.

MS Dhoni Injury Update: IPL 2026 ની લગભગ અડધી પૂરી થઈ ગઈ છે. અને ધોની રમશે કે નહીં તે મુદ્દે હજુ સસ્પેન્સ યથાવત છે. સમાચાર આવી રહ્યા છે કે તેમને પગમાં ઇજાને કારણે તેઓ હાલ ટીમની બહાર છે અને જલ્દી જ મેદાનમાં પાછા ફરશે. CSKના ફેન્સ આતુરતાથી તેમના પાછા આવવાની રાહ જોઈને બેઠા હતા. પરંતુ ગુજરાત ટાઈટન્સની સામે મેચ પછી CSK ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગની તરફથી એક અપડેટ સામે આવી છે અને જેમાં તેમણે ધોનીના કમબેક અંગે સસ્પેન્સ વધાર્યું છે. ફ્લેમિંગના જણાવ્યા અનુસાર ધોનીની ઇજા વધી રહી છે.

પ્રેક્ટિસ દરમિયાન ઈજા ગંભીર બની

ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming) એ જણાવ્યું હતું કે ધોની પીડીની ઈજામાંથી હાલ સંપૂર્ણ રાહત મળી નથી. તેથી ટીમે શરૂઆતથી જ સાવધાની રાખી હતી. તેમ છતાં તેમના રૂટિન મુજબ વોર્મ-અપ મેચ દરમિયાન ઈજા વધુ ગંભીર બની ગઈ હતી. ફ્લેમિંગે કહ્યું કે ધોની ઝડપથી મેદાનમાં પરત ફરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પ્રિ-સીઝન પ્રેક્ટિસ દરમિયાન તેણે પોતાના સ્વાસ્થ્ય પર ભાર આપ્યો હતો જેના કારણે પહેલાથી જ જે ઇજા હતી તે ફરીથી વધી ગઈ છે.

ધોનીની વાપસી માટે ચાહકોને કરવી પડશે વધુ રાહ

એમએસ ધોની માર્ચના પ્રથમ અઠવાડિયાથી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાયેલા છે અને આ દરમિયાન પ્રેક્ટિસ સેશનમાં તેમની બેટિંગ તથા વિકેટકીપિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના કારણે ચાહકોમાં તેમની મેદાન પર વાપસી અંગે ઉત્સાહ વધ્યો હતો. જોકે કોચ સ્ટીફનના તાજા અપડેટ બાદ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ધોનીને ફરી મેદાનમાં જોવા માટે ચાહકોએ થોડો વધુ સમય રાહ જોવી પડશે.

સંપૂર્ણ ફિટ થયા પહેલાં ધોની મેદાનમાં નહીં ઉતરે

MS Dhoni જો સંપૂર્ણ રીતે ફિટ નહીં બને, તો તે Indian Premier League 2026ની આ સિઝનમાં કદાચ એકપણ મેચ નહીં રમે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 44 વર્ષીય ધોની અગાઉ ઇજાગ્રસ્ત હોવા છતાં પણ રમતો રહ્યો છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે. Chennai Super Kingsએ અત્યાર સુધી રમેલી આઠેય મેચોમાં તેની ગેરહાજરી એ દર્શાવે છે કે તેની ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયા અપેક્ષા કરતાં વધુ સમય લઈ રહી છે. તેથી, ટીમ અને મેનેજમેન્ટ ધોનીને સંપૂર્ણ ફિટ થયા પછી જ મેદાનમાં ઉતારવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: કોલકાતા નાઈટ રાઈડર્સે સુપર ઓવરમાં લખનૌને હરાવ્યું, લો સ્કોર મેચ રહી રોમાંચક

ધોનીની વાપસી અંગે અંતિમ નિર્ણય તેમના હાથમાં

ટીમના કોચએ સ્પષ્ટ કર્યું છે કે ધોની ક્યારે મેદાનમાં વાપસી કરશે તે અંગેનો અંતિમ નિર્ણય તેઓ પોતે જ લેશે. હાલમાં ધોની ટીમના ફિઝિયો સાથે સતત રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને તેની ફિટનેસ અંગેનો અપડેટ મળવાની ટીમ રાહ જોઈ રહી છે. ફ્લેમિંગે જણાવ્યું કે ધોનીની ઈજાને હળવાશથી લઈ શકાય નહીં પરંતુ તે યોગ્ય દિશામાં સુધારો કરી રહ્યો છે અને ફિટ થવા માટે જરૂરી તમામ પ્રયત્નો કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stephen Fleming Statement : MS Dhoni Injury Update CSK IPL 2026
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ