બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / કોલકાતા નાઈટ રાઈડર્સે સુપર ઓવરમાં લખનૌને હરાવ્યું, લો સ્કોર મેચ રહી રોમાંચક

LSG vs KKR / કોલકાતા નાઈટ રાઈડર્સે સુપર ઓવરમાં લખનૌને હરાવ્યું, લો સ્કોર મેચ રહી રોમાંચક

Nirav Kumar

Last Updated: 03:13 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચ IPL 2026 ની પહેલી મેચ બની છે જેમાં સુપર ઓવર આવી હોય. જે સુપર ઓવરમાં કોલકાતાને માત્ર 2 રનનો જ ટાર્ગેટ મળ્યો હતો.

IPL 2026 ની 38મી મેચમ લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સુપર ઓવર આવી હતી. જેમાં KKR એ મેચ જીતીલીધી હતી. જે સુપર ઓવરમાં ગઈ અને પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. પહેલા બેટિંગ કરતા, KKR એ 155 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનૌને છેલ્લા બોલ પર 7 રનની જરૂર હતી. જેમાં શમીએ સિક્સર ફટકારી હતી જેના લોધે આ મેચમાં સુપર ઓવર આવી હતી. પરંતુ લખનૌ સુપર ઓવરમાં માત્ર 1 રન બનાવી શક્યું હતું જે સ્કોરને KKR એ પહેલા જ બોલ પર ચેઝ કરી દીધો હતો.

લખનૌના બેટ્સમેન સુપર ઓવરમાં માર્કરામ અને નિકોલસ પૂરન પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. તો સુનીલ નારાયણ બોલિંગ કરવા આવ્યો હતો. નારાયણે પહેલા જ બોલ પર પૂરનને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો. પંતે બીજા બોલ પર એક સિંગલ લીધો. પછી નારાયણે ત્રીજા બોલ પર માર્કરામને કેચ આઉટ કરાવ્યો હતો. આથી લખનૌ સુપર ઓવરમાં માત્ર 1 જ રન બનાવી શક્યું હતું.

VTV DIGITAL

જવાબમાં KKR વતી રિંકુ સિંહ અને રોવમેન પોવેલ મેદાન પર આવ્યા હતા. પ્રિન્સ યાદવ બોલિંગના પહેલા જ બોલ પર રિંકુએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમનો વિજય અપાવ્યો હતો. આ KKRનો સતત બીજો વિજય હતો. આથી KKR પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગયું છે.

156 રનના જવાબમાં લખનૌની શરૂઆત કમજોર રહી હતી. જેમાં મિશેલ માર્શ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. પણ રિષભ પંત અને માર્કરામ વચ્ચે સારી પાર્ટનરશીપ બની હતી. પણ માર્શ 11મી ઓવરમાં આઉટ થયો હતો ત્યાર બાદ પંત 13મી ઓવરમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. જેમાં લખનૌની ઇનિંગ્સ કોલેપ્સ થઇ હતી. આ પછી હિંમત સિંહ અને બદોનીએ સારી ઇનિંગ્સ રમી અને મેચને રોમાંચક બનાવી હતી.

જેમાં છેલ્લી ઓવરમાં લખનૌને જીતવા માટે 17 રનની જરૂર હતી. હિંમતે તેની વિકેટ ગુમાવી હતી. પણ છેલ્લા બોલ પર 7 રનની જરૂર હતીત્યારે શમીએ સિક્સર ફટકારી હતી. આ IPL 2026 ની પહેલી સુપર ઓવર હતી.

  • રિંકુ સિંહે 83 રન બનાવ્યા

પહેલા બેટિંગ કરતા KKR ની શરૂઆત ખરાબ રહી. ટિમ સીફર્ટ આ મેચમાં પણ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. રહાણેએ પણ માત્ર 10 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીને 34 રન બનાવ્યા હતા પરંતુ અંગક્રિશ, પોવેલ અને અનુકુલ રોય પણ નિષ્ફળ ગયા. જોકે, રિંકુ સિંહે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 51 બોલમાં 83 રન બનાવ્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી KKR 7 વિકેટે 155 રન સુધી પહોંચવામાં મદદ મળી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

વધુ વાંચો : ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટથી ગુજરાત ટાઇટન્સે હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત, નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મોહસીન ખાન.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Kolkata Knight Riders Lucknow Super Giants
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ