બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટથી ગુજરાત ટાઇટન્સે હરાવ્યું

GT vs CSK / ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટથી ગુજરાત ટાઇટન્સે હરાવ્યું

Nirav Kumar

Last Updated: 08:31 PM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર જીત થઈ છે. જેમાં ચેન્નઈએ 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ગુજરાતે 17મી ઓવરમાં ચેઝ કરી દીધો હતો.

IPL 2026 ની 37મી મેચ MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ટાઇટન્સે 8 વિકેટથી જીત મેળવી હતી. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની આ મેચમાં પણ નહતો રમ્યો. પહેલા બેટિંગ કરતા CSK એ ગાયકવાડના અણનમ 74 રનની મદદથી ગુજરાત માટે 159 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. એને ગુજરાતે 17મી ઓવરમાં ચેઝ કરી દીધો હતો.

159 રનના જવાબમાં ગુજરાતે શાનદાર શરૂઆત કરી હતી. જેમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન શાનદાર ઇનિંગ રમી હતી. 7મી ઓવરમાં ગિલ 33 રન બનાવીને આઉટ થયો હતો. પણ સાઈએ ત્યારબાદ શાનદાર ઇનિંગ રમીને બટલર સાથે શાનદાર પાર્ટનરશીપ કરી હતી. એવામાં સાઈની વિકેટ 17મી ઓવરમાં પડી હતી જેમાં તેને 46 બોલમાં 87 રન બનાવ્યા હતા. અને ગુજરાતે 8 વિકેટથી મેચ જીતી લીધી હતી.

CSK માટે ઋતુરાજ અને સંજુએ ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ સંજુ સેમસન માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઉર્વિલ પટેલ 4 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો અને સરફરાઝ ખાતું પણ ખોલી શક્યો નહતો. બ્રેવિસ પણ માત્ર 2 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જોકે ગાયકવાડ એક છેડે ટકી રહ્યો. તેને 74 રનની અણનમ ઇનિંગ રમી જેના કારણે CSK 20 ઓવરમાં 7 વિકેટે 158 રન સુધી પહોંચી શક્યું હતું.

VTV DIGITAL

ચેન્નઈ સુપર કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ.

વધુ વાંચો : 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન, કેએલ રાહુલના તોફાને દિગ્ગજોના રેકોર્ડ કર્યાં ધ્વસ્ત

ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શાહરુખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Gujarat Titans Chennai Super Kings
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ