બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન, કેએલ રાહુલના તોફાને દિગ્ગજોના રેકોર્ડ કર્યાં ધ્વસ્ત

DC vs PBKS / 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન, કેએલ રાહુલના તોફાને દિગ્ગજોના રેકોર્ડ કર્યાં ધ્વસ્ત

Nirav Kumar

Last Updated: 07:32 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલે તાબડતોડ બેટિંગ કરીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાં તેને 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસ્યો હતો.

IPL 2026 માં, દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. રાહુલે 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ સાથે કેએલ રાહુલે અંશે મહાન બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

રાહુલની 152 રનની ઇનિંગ IPL ઇતિહાસની સૌથી મહત્વની ઇનિંગમાંની એક બની ગઈ છે. જેમાં માત્ર ક્રિસ ગેલ (175*) અને બ્રેન્ડન મેક્કુલમ (158*) તેનાથી આગળ છે. મતલબ કે, રાહુલ હવે આ ખાસ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પણ કેએલ રાહુલ IPLમાં સૌથી વધુ ઇનિંગ રમનારા ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે.

VTV DIGITAL

T20 ક્રિકેટમાં 150+ સ્કોર કરવો ઇઝી નથી. જેમાં રાહુલ આ ક્લબમાં જોડાનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા તિલક વર્માએ આ સિદ્ધિ મેળવી હતી. પણ તિલકની ઇનિંગ ડેમેસ્ટિક મેચમાં આવી હતી. એવામાં રાહુલ IPLમાં 150 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.

આ મેચમાં રાહુલે નીતિશ રાણા સાથે 220 રનની શાનદાર પાર્ટનશીપ કરી હતી. આ IPL ઇતિહાસમાં બીજી સૌથી મોટી પાર્ટનશીપ છે. આ લિસ્ટમાં એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીની 229 રનની પાર્ટનશીપ ટોપ પર છે.

આ શિવ IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં રાહુલ સતત આગળ વધી રહ્યો છે. અત્યારે વિરાટ કોહલી (8989 રન) લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે રોહિત શર્મા (7183 રન) અને શિખર ધવન (6769 રન) પણ આગળ છે. રાહુલના હવે 5500 થી વધુ રન અને એવરેજ 46.88 છે, જે તેને લીગના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંનો એક બનાવે છે. 1000+ રન બનાવનારા બેટ્સમેનોમાં માત્ર સાઈ સુદર્શનનો એવરેજ તેના કરતા સારી છે.

વધુ વાંચો : IPLમાં કેચ પકડવા જતાં ગંભીર રીતે ઘાયલ થયો આ ખેલાડી, મેદાનમાં આવી એમ્બ્યુલન્સ

ઉલ્લેખનીય છે કે, આ રાહુલની IPL કરિયરની છઠ્ઠી સદી છે. જેમાં તેને આ બાબતે ક્રિસ ગેલની બરાબરી કરી છે. વિરાટ કોહલી હજુ પણ 8 સદી સાથે સૌથી વધુ સદીનો રેકોર્ડ ધરાવે છે. દિલ્હી માટે રાહુલની આ બીજી સદી છે અને આ સાથે તે શિખર ધવન અને ડેવિડ વોર્નર સાથે ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Capitals Records KL Rahul
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ