બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPLમાં કેચ પકડવા જતાં ગંભીર રીતે ઘાયલ થયો આ ખેલાડી, મેદાનમાં આવી એમ્બ્યુલન્સ
Last Updated: 06:52 PM, 25 April 2026
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હીના બોલર લુંગી એન્ગિડી પ્રિયાંશ આર્યાનો કેચ પકડતી વખતે માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મેદાન પર જ એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે તેમના સ્થાને દુષ્મંતા ચમીરાને કનકશન સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ મેચમાં કેએલ રાહુલે 152 અને નીતીશ રાણાએ 91 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આ કરુણ ઘટના ત્યારે બની જ્યારે પંજાબ કિંગ્સની ટીમ 265 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. પંજાબની ટીમે પ્રથમ 2 ઓવરમાં 36 રન બનાવી આક્રમક શરૂઆત કરી હતી. દિલ્હી તરફથી ત્રીજી ઓવર કેપ્ટન અક્ષર પટેલ ફેંકી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર પંજાબના બેટ્સમેન પ્રિયાંશ આર્યાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને બોલ મિડ-ઓફ તરફ હવામાં ઉછળ્યો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા લુંગી એન્ગિડીએ કેચ પકડવા માટે પાછળની તરફ દોડવાનું શરૂ કર્યું, પરંતુ તે પોતાનું સંતુલન જાળવી શક્યા નહીં અને ખૂબ જ જોરથી માથાના ભાગે જમીન પર પટકાયા હતા.
DC ಪಾಲಿಗೆ ಇದು ದೊಡ್ಡ ಹೊಡೆತ!🫡
— Star Sports Kannada (@StarSportsKan) April 25, 2026
Lungi Ngidi ಆದಷ್ಟು ಬೇಗ ಕಮ್ಬ್ಯಾಕ್ ಮಾಡಲಿ ಅನ್ನೋದೇ ನಮ್ಮ ಹಾರೈಕೆ. 🙏
ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #DCvsPBKS | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0fL7MH2prF
ADVERTISEMENT
જમીન પર પટકાતા જ એન્ગિડી અસહ્ય પીડામાં જોવા મળ્યા હતા અને તે હલનચલન પણ કરી શકતા નહોતા. દિલ્હીના ફિઝિયો અને મેડિકલ સ્ટાફ તરત જ મેદાન પર દોડી આવ્યા હતા. શરૂઆતમાં તેમને સ્ટ્રેચર પર બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ માથાની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેદાન પર જ એમ્બ્યુલન્સ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પોન્ટિંગ પણ ચિંતાતુર અવસ્થામાં મેદાન પર પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા અને એન્ગિડીના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા.
લુંગી એન્ગિડીની સ્થિતિ જોતા તે હવે આ મેચમાં રમી શકે તેમ નથી, જેના પરિણામે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે આઈસીસીના નિયમ મુજબ કનકશન સબસ્ટિટ્યૂટ (Concussion Substitute) તરીકે શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરાને ટીમમાં સામેલ કર્યો છે. એન્ગિડીને હાલમાં દિલ્હીની સ્થાનિક હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના વિવિધ ટેસ્ટ અને સ્કેન કરવામાં આવશે. આ ઈજા દિલ્હી કેપિટલ્સ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે એન્ગિડી તેમના મુખ્ય બોલિંગ આક્રમણનો ભાગ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોજના બચાવો માત્ર આટલા રૂપિયા, લાઇફટાઇમ થઇ જશો પેન્શનના હકદાર! એ કેવી રીતે
ઉલ્લેખનીય છે કે આ દુખદ ઘટના પહેલા દિલ્હીના બેટ્સમેનોએ પંજાબના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. કેએલ રાહુલે ઐતિહાસિક 152 રનની ઈનિંગ રમી હતી, જ્યારે નીતીશ રાણાએ પણ 91 રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે દિલ્હીએ 264 રનનો પહાડ જેવો સ્કોર ખડો કર્યો હતો. જોકે, એન્ગિડીની ઈજાએ જીતના ઉત્સાહ પર ચિંતાના વાદળો છવાઈ દીધા છે. સમગ્ર ક્રિકેટ જગત અત્યારે લુંગી એન્ગિડીની સલામતી અને ઝડપથી મેદાન પર વાપસી માટે કામના કરી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.