બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Punjab Congress president Navjot Singh Sidhu will remain

રાજકારણ / પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુ જ રહેવાના, કહ્યું હાઈકમાન્ડનો દરેક નિર્ણય મને મંજૂર

Published By: Ronak

Last Updated: 09:21 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુજ રહેવાના છે તેવી માહિતી પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે આપી છે. સાથેજ સિદ્ધુએ પણ એવું કહ્યું છે કે હાઈકમાન્ડ કહેશે તે દરેક નિર્ણય મને મંજૂર રહેશે.

  • પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ જ રહેશે
  • કહ્યું હાઈકમાન્ડ કહેશે તે દરેક નિર્ણય મને મંજૂર 
  • દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓ સાથે સિદ્ધુએ કરી હતી મુલાકાત 

પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્ચતન બાદ પણ અહીયાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પંજાબના CM ચન્ની પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને અચાનક મળ્યા હતા. તો બીજી તરફ દિલ્હી સ્થિત પંજાબ ભવનમાં નવજોત સિંબ સિદ્ધુ કોંગ્રેસમા નેતાઓને મળ્યા હતા. જ્યા તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

પંજાબ પ્રભારી સાથે લીધી મુલાકાત 

દિલ્હીમાં સિદ્ધુએ આજે પંજાબ પ્રભારી હરીશ રાવચત અને કેસી વેણુંગોપાલ સાથે મુલાકાત લીધી હતી. બાદમાં સિદ્ધુએ આજે ફરી હાઈકમાન્ડને ભરોસો આપ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મારા નેતા છે. સાથેજ તેમણે કહ્યું કે મને તેમના નેતૃત્વ પર ભરોસો છે અને હાઈકમાન્ડનો દરેક નિર્ણય મને મંજૂર છે. 

સિદ્ધુ સંગઠન મજબૂત કરશે : હરિશ રાવત 

બીજી તરફ હરીશ રાવતે પણ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા રહેશે સાથેજ તેઓ સંગઠનને પણ મજબૂત કરશે. સાથેજ તેમણે તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે પણ નિર્ણય લેશે તે તેમને મંજૂર રહેશે. 

કેપ્ટન સાથે CM ચન્નીએ લીધી મુલાકાત 

ઉલ્લેખનીય છે કે આજે CM ચન્ની કેપ્ટન અમરિંદર સિંહને પણ મળ્યા હતા. જ્યા તેમણે કેપ્ટન અમરિંદર સિંહના આશીર્વાદ લીધા હતા. અગાઉ જ્યારે તેઓ સીએમ બન્યા ત્યારે પણ કેપ્ટને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. જોકે હાલ બોર્ડર પર BSFને જે વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. તેને લઈને CM ચન્ની વિરોધ કરી રહ્યા છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રના આ નિર્ણયને આવકાર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Navjot Singh Sidhu Panjab politics નવજ્યોત સિંહ સિદ્ધુ પંજાબ રાજકારમ Panjab Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ