બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Protest against Rupala in these districts including Ahmedabad, Surendranagar

Election 2024 / અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત આ જિલ્લાઓમાં રૂપાલા સામે ભારેલો અગ્નિ, સમાધાન મુદ્દે જોહરની ચીમકી

Dinesh

Last Updated: 08:16 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election 2024: ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં અસ્મિતાબા પરમારે જાહેરમાં પરશોતમ રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો અગ્નિ સ્નાન કરવાની તૈયારી દર્શાવી છે

પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ શમવાનો નામ નથી લઈ રહ્યો. ત્યારે આ વિવાદને લઈ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ સમાજ અને ભાજપની બેઠકની વાત થઈ રહી છે. તો બીજી તરફ મહિલા આગેવાનોએ અગ્નિ સ્નાન-જોહરની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં અસ્મિતાબા પરમારે જાહેરમાં ટિકિટ રદ નહી થાય તો અગ્નિ સ્નાન કરવાની તૈયારી દર્શાવી છે. તો ક્ષત્રિય કરણી સેના પ્રદેશ અને મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે સમાધાન થશે અને રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ક્ષત્રિય મહિલા આગેવાનોમાં રોષ

પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીથી ભડકેલી વિવાદની આગ હજુ પણ સળગી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હોવા છતાં ઠેર-ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, જૂનાગઢ, ભરૂચ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે. અને પરશોતમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. અને રેલી યોજી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. 

રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ

લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રુપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આજે અમદાવાદ અને ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે કાર્યવાહી કરવા અને ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. ભરૂચમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય અને કરણી સેનાના સભ્યો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જો રૂપાલાની ટિકિટ કરદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પરષોત્તમ રુપાલા વિવાદ વકરી રહ્યો છે જે આગામી સમયમાં મોટુ રૂપ ધારણ કરી શકે છે.

રાજ્યમાં ઠેર ઠેર રોજ અપાય છે આવેદન

છેલ્લા એક સપ્તાહથી રૂપાલા સામે રાજપૂત સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. એટલુ જ નહી રુપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પહોચ્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી. 

શું બોલ્યા હતા પુરુષોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે. 

વાંચવા જેવું: મનસુખ વસાવા કે ચૈતર વસાવા? ભરૂચ બેઠક પર કોનો ભાર વધારે, જ્ઞાતિ સમીકરણ ફિફ્ટી ફિફ્ટી

બે વાર માફી માગી ચુક્યા છે રૂપાલા

રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Bavanagar news Lok Sabha Election 2024 Parashottam Rupala Controversy પરષોત્તમ રુપાલા વિવાદ રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ