બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mansukh Vasava or Chaitar Vasava, Mood of voters on Bharuch Lok Sabha seat

જનમત / મનસુખ વસાવા કે ચૈતર વસાવા? ભરૂચ બેઠક પર કોનો ભાર વધારે, જ્ઞાતિ સમીકરણ ફિફ્ટી ફિફ્ટી

Dinesh

Last Updated: 06:50 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે, ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે.

ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ આપી છે. તો ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. આ બંને ઉમેદવારોએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવારે વિકાસના કાર્યોને લઈ મતદારો સુધી જવાની વાત કહી છે, જ્યારે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ખેડૂતો, સ્થાનિકો અને શિક્ષણની સમસ્યાને લઈ મતદારો સુધી જવાની વાત કરી કરી છે.

વસાવા vs વસાવા

ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તેવું મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે. આમ તો ગઠબંધન પહેલાથી જ આપ પાર્ટીએ ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે હવે ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બન્યા છે. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રીપીટની થિયરી અપનાવી છે.

કોણ છે મનસુખ વસાવા?

મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે.  1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.  

કોણ છે ચૈતર વસાવા?

12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી. 

મતદારોનો ગણિત

આ બેઠક પર 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ થાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો જ્યારે 8.27 લાખ મહિલા અને 83 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ જ્યારે સૌથી ઓછો કરજણમાં 2.15 લાખ મતદારો છે. ભારતીય જનતા પાર્ટી હાલ તો આ ભરૂચ લોકસભા બેઠક પર ફકત જીતવવાની નહીં પણ 5 લાખ કરતા વધુની લીડનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં જ નર્મદાના કમલમ (ભાજપ કાર્યાલય)ના ઉદ્ઘાટન પ્રસંગમાં 6 લાખની લીડનો લક્ષ્યાંક આપી દીધો છે. ત્યારે આપ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા તેમની જીતના આશાવાદ સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.  

ભરૂચ બેઠક પર જીતનો ઈતિહાસ

ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મતો પડ્યા હતા. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા કોંગ્રેસને 10.92 ટકા મતો ઓછા મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બીટીપીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમને 12.53% મતો સાથે 1.44 લાખ મતો મળ્યા હતા એટલે કુલ 73.55% એટલે 11.50 લાખના થયેલ મતદાનમાં મનસુખ વસાવા (ભાજપના ઉમેદવાર) 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મળી હતી. તો 2009માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે આગળ રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં આવે તો ભરૂચના વર્તમાન સાસંદને ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભરૂચ માંથી 1.13 લાખ જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 77 હજાર મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ જંબુસરમાં 57 હજાર જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 32 હજાર મતો મળ્યા હતા. ગત 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય ચૂંટણી જંગ રહ્યો છે જેનાથી ભાજપ-કોંગ્રેસને ઓછી-વત્તા અસર રહી છે.  

વાંચવા જેવું: ચૌધરી કે ઠાકોર? ગુજરાતની બનાસકાંઠા સીટ પર જામશે રોમાંચક મુકાબલો, કોણ મારશે બાજી, સમજો ગણિત

ભરૂચ બેઠકના મુદ્દા

ભરૂચ લોકસભા વિસ્તારમાં રસ્તાની હાલત દયનીય છે. ચોમાસા બાદ હજુ રોડ  બન્યા નથી.  3 બ્રિજ હોવા છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. 5 GIDC હોવા છતાં સ્થાનિકોને રોજગારી  મળતી નથી. અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાનો અભાવ અને શિક્ષકોની ઘટનો પણ મુદ્દો છે. અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે સરકારી બસનો અભાવ છે. જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને વળતરનો મામલો હજુ ઉકેલાયો નથી. ભરૂચ લોકસભા બેઠકમાં હોસ્પિટલોનો અભાવ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Lok Sabha seat Bharuch News Election 2024 Lok Sabha Election 2024 ભરૂચ લોકસભા બેઠક Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ