બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Interesting competition Banaskantha seat of Gujarat Ganiben Rekhaben

લોકસભા ચૂંટણી 2024 / ચૌધરી કે ઠાકોર? ગુજરાતની બનાસકાંઠા સીટ પર જામશે રોમાંચક મુકાબલો, કોણ મારશે બાજી, સમજો ગણિત

Ajit Jadeja

Last Updated: 06:00 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ, આ બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ

Banaskantha Lok Sabha Seat: લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે. આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા છે જ્યારે ભાજપે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. અને 7 મેના રોજ મતદાન થશે. પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે કોંગ્રેસે મજબુત ઉમેદવારને ઉતારીને ભાજપને પડકાર ફેક્યો છે.

લોકસભાનો માહોલ જામી રહ્યો છે.તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપે ઉતારેલા ઉમેદવારોનો પક્ષના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ છે. ભાજપે આ બેઠક પરથી ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ જાણીતા ચહેરો અને મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. અત્યાર સુધી બનાસકાંઠા એકમાત્ર એવી બેઠક છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ મહિલા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. રેખા ચૌધરી પોતાને બનાસકાંઠાની દીકરી ગણાવીને લોકો પાસે વોટ માંગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમોશનલ કાર્ડ રમીને પોતાને બનાસકાંઠાની બહેન સાથે જોડીને વોટ માંગી રહ્યા છે. તે કહે છે કે મને એટલું મામેરુ આપો કે હું જીતી શકું. સાથે ગરીબની દીકરી કહીને લોકોની વચ્ચે જઇ રહ્યા છે.

કોણ જીતશે?

ભાજપના ઉમેદવાર ડો.રેખા ચૌધરી શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે જે નોકરી છોડીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રેખાબેન લોકોની વચ્ચે જઇ કહે છે કે હું તમારી બધી સમસ્યાઓ દિલ્હીમાં ઉઠાવીશ. હું હિન્દી અને અંગ્રેજી સારી રીતે બોલી શકું છું. ત્યારે બનાસકાંઠામાં દીકરી અને બહેન વચ્ચે કોણ જીતશે? મતદારો કોને પસંદ કરે છે તે તો 4 જૂને જ ખબર પડશે, પરંતુ ગુજરાતની બનાસકાંઠા બેઠક મહિલા વચ્ચેના જંગને લઇ ચર્ચામાં આવી છે. રેખા ચૌધરી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ગેનીબેન ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં છે. તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

રેખા ચૌધરી ગણિતના પ્રોફેસર છે

ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. ગલબાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી. રેખા ચૌધરીએ M.Sc., M.Phil અને પીએચ.ડી. (ગણિત) થયેલા છે. અને તેઓ 44 વર્ષથી પાલનપુરમાં રહે છે. 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતા. રેખા ચૌધરી ભાજપના મોરબી જિલ્લા પ્રભારી ડો. હિતેશ ચૌધરીના પત્ની છે. ડો. હિતેશભાઈ અગાઉ પક્ષ માટે કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લાના ભાજપ મહાસચિવ અને રાજ્ય કક્ષાએ ગુજરાતમાં બીજેવાયએમના ત્રણ વખત પદાધિકારી રહી ચૂક્યા છે.

શું ગનીબેનને ફરી આશ્ચર્ય થશે?

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

 

શું છે બનાસકાંઠાનું ગણિત?

બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે છે જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે છે. એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. સાત બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે, દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં છે. 

આ પણ વાંચોઃ બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ: પીઢ આગેવાને રાજીનામું આપતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી

અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી

સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. 2013ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર  જીતી ચુક્યુ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ 3,68,296 વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ