બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Breakdown in Banaskantha Congress Veteran leader resigns

નારાજગી / બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ: પીઢ આગેવાને રાજીનામું આપતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી

Ajit Jadeja

Last Updated: 01:10 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડી.ડી.રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા

Banaskantha Lok Sabha Seat: બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોકાવ્યા છે.  ડી.ડી.રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે. નોધનીય છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે. 

બનાસકાંઠામાં કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો હતો.પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી.રાજપૂતે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.ડી.ડી.રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રામ મંદિરના કાર્યક્રમમાં નેતાઓને ન જવાનુ કારણ આપી રાજીનામુ આપી દીધુ હતુ.કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે. 

બે મહિના પહેલા પણ કોંગ્રેસને પડ્યો હતો ફટકો

બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ મનાય છે પરંતુ ચૂંટણીના મતદાન પહેલા આ ગઢના કાંકરા ખરી રહ્યા છે. થોડા સમય પહેલા જ થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યુ હતું. અલ્પેશ જોશીએ પોતાના પદ સહિત સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા રામ મંદિરના વિરોધને લઇ લાગણી દુભાઈ હોવાનું કારણ બતાવાયું છે.

બનાસકાંઠામાં બે મહિલા વચ્ચે જંગ

2024ના જંગની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ઈતિહાસમાં પ્રથમ વખત બંને પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે બનાસડેરીના સ્થાપકના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.

કોણ છે ડૉ.રેખાબેન ચૌધરી?

ભાજપના ઉમેદવાર ર્ડા. રેખાબેન ચૌધરી વિશે વાત કરીએ તો ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે.  ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે.

કોણ છે ગેનીબેન ઠાકોર?

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો તેઓ હાલ ચાલુ ધારાસભ્ય છે. તેમજ તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠકમાં સૌથી વધુ સાડા 4 લાખ મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પણ ઠાકોર સમાજનું રહ્યું છે.  કોંગ્રેસે 2017માં વાવ બેઠક પર ગેનીબેનને ધારાસભ્યની ટિકિટ આપી હતી. આ સમયે ગેનીબેને રાજ્ય સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

ગત ચૂંટણીમાં ભાજપ જીત્યુ

જો ગત ચૂંટણીના બનાસકાંઠાના પરિણામ પર નજર નાખવામાં આવે તો, ભાજપના ઉમેદવાર પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા.  આ સમયે કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપી હતી. 

બનાસાકાંઠા લોકસભા બેઠકનો ઈતિહાસ

બનાસકાંઠા લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે મળી હતી.

વધુ વાંચોઃ હવે ગુજરાતની 26એ 26 બેઠકો પર કોંગ્રેસ રાખશે બાજ નજર, કરાઇ મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણૂંક

બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ