બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Now Congress will keep a keen eye on the 26 seats Gujarat
Last Updated: 12:42 PM, 29 March 2024
લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્સન મોડમાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઇ તૈયારીઓ કરાઇ છે. રાજ્યની 26 લોકસભા બેઠકના મીડિયા કોઓર્ડિનેટરની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીને લઇ ૩ ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર નજર રખાશે.સાથે ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવકતાઓની પણ નિમણુંક કરવામાં આવી છે. નોધનીય છે કે છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના અનેક મોટાનેતાઓ પક્ષથી નારાજ થઇને કોંગ્રેસને છોડી ચુક્યા છે. પરંતુ આ વખતે લોકસભા બેઠકો પર કોંગ્રેસે ટક્કર આપી શકે તેવા ઉમેદવારોને ઉતાર્યા છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી 2024 ને લઇ ગુજરાત કોંગ્રેસ એક્ટીવ જોવા મળી રહી છે. 26 લોકસભા બેઠક દીઠ મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતના 4 ઝોનમાં વિભાગીય પ્રવકતાઓની નિમણુંક કરી દેવાઇ છે. જ્યારે ૩ ઝોનમાં મિડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર ચુંટણીમાં નજર રાખવામાં આવશે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાત મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નૈષદ દેસાઈ જ્યારે સૌરાષ્ટ્રમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે ડો.નિદત બારોટની નિમણુંક કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતને હવાલો આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડી ગયા છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ એક પછી એક કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ઝટકો આપી રહ્યા છે. અગાઉ અનેક કોંગ્રસના ધારાસભ્યો અને નેતાઓએ રાજીનામાં આપી દીધા છે. બે દિવસ અગાઉ ગાંધીનગરમાં બે કોર્પોરેટરોએ પણ રાજીનામા ધરી દીધા છે. આ બંને કોર્પોરેટરના રાજીનામાં બાદ ગાંધીનગર કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. જો કે તેમ છતાં પણ કોંગ્રેસે આ વખતે લોકસભા બેઠકો પર ઉમેદવાર પસંદગીને લઇ કચાસ રાખી નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.