બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers in rural areas of Tapi are worried due to unseasonal rainfall

VIDEO / અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

Ajit Jadeja

Last Updated: 02:20 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ, સંઘ પ્રદેશ દમણમાં વરસાદ,કેરીના પાકને નુકસાનની ભીતિ

Gujarat weather: રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે.  ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જાયો છે. તાપી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયુ છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.  દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. જિલ્લામાં વરસાદ થતા રસ્તાઓ પાણીથી ભીના થયા છે.વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

તાપી જિલ્લામાં કમોસમી વરસાદ

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મુક્યા છે ત્યારે ઉનાળામાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા હતા.

 

માવઠાથી ખેડૂતો ચિંતિત

બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હાથમાં આવેલો કોળીયો છીનવાઇ જવાનો ડર સતાવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાન થવાની શક્યતા છે. ઘઉનો પાક તૈયાર થયો છે ત્યારે કાપણીના સમયે જ વરસાદી વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

વધુ વાંચોઃ ગુજરાત ભાજપના ચાલુ સાંસદ ટિકિટ કપાતા નારાજ, પોસ્ટ કર્યું મૂર્ખાઓના ટોળાંવાળું 'સત્ય', લખ્યું હસતા રહેજો

ઋતુઓ પર ક્લાઈમેટ ચેન્જની અસર

છેલ્લા કેટલાક વર્ષમાં જોઈએ તો ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઇને શિયાળામાં પણ વરસાદ વરસ્યો હતો. આ સાથે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.  સતત તાપમાનમાં વધારો અને ત્યારબાદ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.  ઋતુઓ પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ રહી છે.

સંઘ પ્રદેશ દમણમાં વરસાદ,કેરીના પાકને નુકસાનની ભીતિ

સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.  કિલવની,ઉમરકુઈ સીલી સહિત આસપાસના વિસ્તારમાં માવઠું વરસ્યુ છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  વાપી સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. સેલવાસના ઉંમરકુઈ કીલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો.હળવા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ