બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli MP Naran Kachdia Facebook post became a topic of discussion

અમરેલી / ગુજરાત ભાજપના ચાલુ સાંસદ ટિકિટ કપાતા નારાજ, પોસ્ટ કર્યું મૂર્ખાઓના ટોળાંવાળું 'સત્ય', લખ્યું હસતા રહેજો

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:42 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LOK SABHA ELECTION 2024: નારણ કાછડીયાએ લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે

ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પણ પોસ્ટ લખી આડકતરી રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઇ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં 2 પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. કાછડિયાએ પોસ્ટમાં ગીતામાં લખેલી વાતનો સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે. 

'સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલુ હશે'
તેમણે પોસ્ટમાં લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શરૂ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યો છે.

વાંચવા જેવું: ગુજરાતના 4 જિલ્લામાં આગ ઓકતી ગરમી, આગામી 5 દિવસમાં પરસેવે રેબઝેબ કરે તેવી આગાહી

'...કપટ કરે તો પણ હસતા રહેજો'
નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો છે, જેના ટાઈટલમાં લખેલું છે કે, જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. જો કે, આ બંન્ને પોસ્ટથી અમરેલીનું રાજકારણ ભારે ગરમાયું છે. આ પોસ્ટથી અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Facebook post Lok Sabha Election 2024 MP Naran Kachdia નારણ કાછડિયાની FB પોસ્ટ Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ