બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:59 PM, 28 March 2024
રાજ્યમાં આગામી સમયમા આગ ઓકતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમી યથાવત રહેશે. હાલ કોઈ હિટવેવની આગાહી જાહેર કરી નથી. જોકે બનાસકાંઠા, ડીસા અને આણંદમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે. હાલ અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.
ADVERTISEMENT

રાજ્યમાં ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક સુધી રાજ્યના હવામાનમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ કેટલાક શહેરોમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ફેરફાર જોવા મળશે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી વધુ નોંધાયો છે. તો સાથો સાથ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે.
ADVERTISEMENT

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
ADVERTISEMENT
વાંચવા જેવું: CR પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર: રોષે ભરાયેલા રાજપૂત સમાજના આગેવાનો સાથે યોજશે બેઠક
રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા
અમદાવાદ 41.1 ડિગ્રી
ગાંધીનગર 41.0 ડિગ્રી
ડીસા 40.3 ડિગ્રી
વડોદરા 40.4 ડિગ્રી
અમરેલી 41.6 ડિગ્રી
ભાવનગર 38.6 ડિગ્રી
રાજકોટ 41.3 ડિગ્રી
સુરેન્દ્રનગર 40.1 ડિગ્રી
મહુવા 37.2 ડિગ્રી
ભુજ 39.9 ડિગ્રી
કંડલા 39.2 ડિગ્રી
કેશોદ 38.8 ડિગ્રી
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.