બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટ / CR Patil Mission Saurashtra Meeting Rajput community

વિવાદ / CR પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર: રોષે ભરાયેલા રાજપૂત સમાજના આગેવાનો સાથે યોજશે બેઠક

Ajit Jadeja

Last Updated: 12:45 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.

રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે.

ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે.  રાજપૂત સમાજનો રોષ જોતાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ પહોંચ્યા છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા પાટીલની સમાજના આગેવાનો સાથે બેઠક યોજાશે.  

ક્ષત્રિયો સાથે સી.આર.પાટીલની બેઠક

રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ વિવાદ થયો છે. ચુંટણી સમયે ભાજપ નેતાનું આ નિવેદન ભારે પડી શકે છે જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એક્ટિવ થયા છે. તેઓ આજે રાજકોટ પહોચ્યા છે અને વિવાદને લઇ VVP કોલેજ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજશે.

ઊંઝામાં ફરિયાદ નોધવા અરજી

પરશોત્તમ રૂપાલાના કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણામાં તાજેતરમાં રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. જ્યારે ઊંઝા પોલીસ મથકે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ પરશોતમ રૂપાલા ચારેબાજુથી ઘેરાયા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે.અભદ્ર નિવેદન વિરૂદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે.અરજી આપીને ફરીયાદ નોંધવા રજૂઆત કરાઇ છે.

આ પણ વાંચો ઃ પરશોત્તમ રૂપાલા રજવાડા પર એવું તો શું બોલ્યા કે માંગવી પડી માફી, બંને વીડિયો વાયરલ 

શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ