બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / ગુજરાત / અમદાવાદ / જાણો ગુજરાત કઇ રીતે છૂટું પડેલું? આ રીતે અલગ થયેલા 2 રાજ્યો, 4 વર્ષે સફળ થયું હતું આંદોલન

ગુજરાત સ્થાપના દિવસ / જાણો ગુજરાત કઇ રીતે છૂટું પડેલું? આ રીતે અલગ થયેલા 2 રાજ્યો, 4 વર્ષે સફળ થયું હતું આંદોલન

Last Updated: 10:51 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Foundation Day 2024: 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આજે ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.

આજે એટલે કે 1 મે 2024ના રોજ ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું...

વાત છે 1956ની...આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે 'મહાગુજરાત આંદોલનની' મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા.

ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ કરાયું હતું 'મહાગુજરાત આંદોલન'

ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ 'મહાગુજરાત આંદોલન'માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.

Indulal_Yagnik_Statue

06 ઓગસ્ટે દ્વિભાષી મુંબઈ રાજ્યની કરાઈ હતી ઘોષણા

6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું.

વધુ વાંચોઃ ડાંગમાં મોરારજી દેસાઈના બોલ પર રોપાયા બીજ, 24 ગુજરાતીઓની છાતી વીંધાણી, 'મોટી કિંમત'માં મળ્યું ગુજરાત

ગુજરાત સ્થાપન દિવસની શુભેચ્છાઓ

8 ઓગસ્ટે કોંગ્રેસ હાઉસ ખાતે થયો હતો અંધાધૂંધ ગોળીબાર

8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ ખાતે ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો હતો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ