બ્રેકિંગ ન્યુઝ
હિંદૂ ધર્મમાં નવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રીમાં માતા આદિશક્તિના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત હોય છે. તેમની પૂજાથી સંતાન પ્રાપ્તીનું સુખ પ્રાપ્ત થાય છે. કષ્ટ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.
ADVERTISEMENT

સ્કંદમાતા પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. તેમના કષ્ટોને દૂર કરી લૌકિક સુખ, સમૃદ્ધિ આપે છે. ભગવાન કાર્તિકેય એટલે કે સ્કંદની માતા હોવાના કારણે તેમને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
સ્કંદમાતાનું સ્વરૂપ
માતાનું સ્વરૂપ અલૌકિક છે. માતાની ચાર ભુજાઓ છે. માતાએ પોતાની ઉપર વાળી ડાબી ભૂજાઓમાં બાળ કાર્તિકેયને ખોળામાં લીધા છે અને નીચે વાળી ડાબી ભૂજાઓમાં કમળ પુષ્પ લીધુ છે. ઉપર વાળી જમણી ભૂજાઓથી તેમને જગત તારણ વરદ મુદ્રા બનાવી છે અને નીચે વાળી જમણી ભુજામાં કમળ પુષ્પ છે. માતાને કમળનું આસન અત્યંત પ્રિય છે. માટે કમળમાં બિરાજમાન છે. તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે.
આ રીતે કરો પૂજા
સ્કંદમાતાની ઉપાસના માટે સાંજે ઉઠીને પૂજા સ્થળની સાફ સફાઈ કરી લો. ત્યાર બાદ સ્નાન કરી સ્વચ્છ કપડા ધારણ કરો. હવે આસન લઈને શાંત મનમાં માતાની સાથે બેસી જાઓ અને પછી માતાની સ્તુતિમાં લીન થઈ જાઓ. માતાની પ્રતિમાને ગંગા જળથી શુદ્ધ કરો. તેના બાદ કુમકુમ, અક્ષત, ધૂપ, દીપ, નીવેદ, સહિત શ્રૃંગાર વગેરે ચડાવો ચડાવો.
ADVERTISEMENT

માતાની પૂજાથી સંતાન પ્રાપ્તિ થાય છે. માટા માતાની પૂજાના સમયે લાલ કપડામાં સોળ શણગારનો સામાન અને લાલ ફૂલ, પીળા ચોખા અને એક નારિયેળને બાંધીને માતાજીના ખોળામાં મુકો. માનવામાં આવે છે કે આનાથી સંતાન પ્રાપ્તિ થાય છે.
ADVERTISEMENT
માતાનો ભોગ
સ્કંદમાતાને કેળાનો ભોગ લગાવો અને અનાજથી બનેલા ખાદ્ય પકવાનના ભોગ ચડાવો. આ માતાને ખૂબ જ પ્રિય છે. માતાને ખીર અને દૂધથી બનેલા ભોગ ખૂબ જ પ્રિય છે.
વધુ વાંચો: નવરાત્રીના પાંચમાં નોરતે કરો સ્કંદમાતાની પૂજા, જાણો વિધિ અને પૂજા મંત્ર
ADVERTISEMENT
સ્કંદ માતાનો પૂજન મંત્ર
1- सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी।।
2- या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ADVERTISEMENT
3-‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.