બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / priyanka chopra posts on delhi pollution says hard to shoot here right now

TROLL / દિલ્હીમાં માસ્ક લગાવીને ફરી પ્રિયંકા, લોકોએ યાદ કરાવી સિગરેટની લત

Krupa

Last Updated: 12:05 PM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો જે દિલ્હીનો છે અને એમાં એ માસ્ક લગાવેલી નજરે આવી રહી છે. આ ફોટોને જોતા કેટલાક યૂઝર્સને એના સ્મોકિંગ વાળા ફોટો યાદ આવી ગયા.

  • દિલ્હીમાં માસ્ક લગાવેલી પ્રિયંકા ચોપડાને જ્યારે સોશ્યલ યૂઝર્સ કરવા લાગ્યા ટ્રોલ
  • પ્રિયંકા ચોપડા પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માસ્ક લગાવેલી નજરે આવી રહી છે
  • એક્ટ્રેસની સ્મોકિંગ હેબિટ પર નિશાનો સાધતા નજરે આવ્યા

પ્રિયંકા ચોપડા હાલ પોતાના કોઇ કામને લઇને દિલ્હીમાં છે. દિલ્હી હાલ પોલ્યૂશનનો ખતરનાક સામનો કરી રહ્યું છે અને લોકો એનાથી બચવાના પ્રયત્નોમાં રસ્તા પર માસ્ક લગાવતા નજરે આવી રહ્યા છે. પ્રિયંકા ચોપડા પણ પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માસ્ક લગાવેલી નજરે આવી રહી છે, પરંતુ ફેન્સે એને ફોટાને લઇને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. 

પ્રિયંકાએ રવિવારે એક ફોટો શેર કરતાં જણાવ્યું કે અહીંયા પોલ્યૂશનનો સમાનો કરવો ખૂબ મુશ્કેલ છે અને એની સાથે જ એને એર પ્યૂરિફાયર અને માસ્ક પૂરું પાડવા ટીમનો આભાર માન્યો છે. એને પોતાના પ્રશસંકોને પોલ્યૂશનથી બચવાની સલાહ આપી હતી અને એ લોકો માટે પ્રાર્થના કરવી અપીલ કરી હીતે જે રસ્તા પર રહેવા માટે મજબૂર છે. જો કે આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને હજમ ના થઇ અને એને ટ્રોલ કરવા માટે બેસી ગયા. 

પ્રિયંકાની પોસ્ટ પર ઘણી સારી કમેન્ટ્સ પણ આવી, પરંતુ ઘણા એવા પણ હતા જેમાં લોકો એક્ટ્રેસની સ્મોકિંગ હેબિટ પર નિશાનો સાધતા નજરે આવ્યા. કેટલાક લોકોએ એને અસ્થમાની દર્દી હોવાને કારણે સુરક્ષિત રહેવાની સલાહ આપી રહ્યા છે, તો કેટલાક એની સિગરેટ પીવાની આદતો પર કૉમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. 

જાણવા મળી રહ્યું છે કે પ્રિયંકા જ્યારે 5 વર્ષની હતી ત્યારથી એને અસ્થમા છે. વાસ્તવમાં થોડા સમય પહેલા પ્રિયંકા અને નિકના મિયામી વેકેશનના ફોટા વાયરલ થયા હતા, જેમાં એ સ્મોક કરતી નજરે આવી રહી હતી અને એ કારણથી ખૂબ ટ્રોલ પણ થઇ. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Priyanka chopra delhi pollution દિલ્હી પોલ્યૂશન પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા Troll
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ