ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / Priti Patel appointed Britain's first Indian-origin Home Secretary

ગુજરાતનું ગૌરવ / બ્રિટનના કેબિનેટ ગૃહમંત્રી તરીકે મુળ ગુજરાતી પ્રીતિ પટેલની વરણી

Published By: vtvAdmin

Last Updated: 12:36 AM, 26 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના કેબિનેટમાં મૂળ ગુજરાતી પ્રીતિ પટેલને બ્રિટનના નવા ગૃહમંત્રી બનાવ્યાં છે. મૂળ ગુજરાતણ પ્રીતિ પટેલ હવે બ્રિટનનની ગૃહમંત્રી. પ્રીતિ પટેલ બ્રિટનના ઇતિહાસમાં ગૃહમંત્રી બનાનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા છે.

ADVERTISEMENT

પ્રીતિ મોદીના ખૂબ જ પ્રશંસક

47 વર્ષીય પ્રીતિ પટેલ બ્રિટનની કન્ઝરવેટીવ પાર્ટીના મુખ્ય નેતા છે. પ્રીતિ પટેલ બ્રેક્ઝિટ મુખ્ય સમર્થક હોવાથી નાની ઉંમરે જ બોરિસ જોનસને પોતાનાં કેબિનેટમાં સ્થાન આપ્યું છે. પ્રીતિ પટેલને PM મોદીના ઉત્સાહી પ્રશંસક માનવામાં આવે છે. તેઓ ઘણી વખત બ્રિટનમાં મોદીની પ્રશંસા કરી ચૂક્યાં છે.

પ્રીતિએ મૂળ બ્રિટનના એવેક્સ સાથે લગ્ન કર્યા છે

પ્રીતિ પટેલના માતા-પિતા મૂળ ગુજરાતના વતની છે. તેઓ ગુજરાતથી યુગાન્ડા અને બાદમાં બ્રિટનમાં સ્થાયી થયા હતાં. પ્રીતિ બ્રિટન મૂળના એવેક્સ સ્વેરે સાથે 2004માં લગ્ન કર્યા હતાં અને પ્રીતિને સંતાનમાં એક ફ્રેડી નામનો દિકરો છે. 

પ્રીતિ ગૃહમંત્રાલય સંભાળવા ઉત્સાહિત

પ્રીતિ પટેલે ટ્વિટ કરી કહ્યું કે બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસન દ્વારા ગૃહમંત્રી તરીકે નિમણૂંક કરવા પર હું મારી જાતને સન્માનિત માનું છું. હવે બ્રિટેનના ગૃહ વિભાગના કાર્યાલય સાથે કામ કરવાને લઇને ખૂબ ઉત્સાહિત છું.

 

પ્રીતિએ અગાઉ થેરેસા મેની સરકારમાં રાજીનામું આપ્યું હતું

પ્રીતિ બ્રેક્ઝિટ સમર્થક અને ક્રાંતિકારી હોવાથી અગાઉ એક વિવાદના કારણે થેરેસા મેની કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. પ્રીતિ પટેલ પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ખાનગી મુલાકાત કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. બ્રિટેનના ગૃહમંત્રી બનવું પ્રીતિ પટેલની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. જેને તેમની રાજકારણમાં શાનદાર સેકન્ડ ઇનિંગ્સ તરીકે જોવામાં આવી રહી છે. 

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Britain Home Secretary Priti Patel પ્રીતિ પટેલ બ્રિટેન Britain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ