ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Prime minister narendra modi refuses sofa sit on chair with others russia visit photo session

VIRAL / VIDEO: PM મોદીની સાદગીના થઇ રહ્યા છે વખાણ, સોફો છોડીને ખુરશી પર બેઠા

Published By: vtvAdmin

Last Updated: 11:40 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પોતાના સાદગી સાબિત કરી છે.

ADVERTISEMENT

  • 2 દિવસના રશિયા પ્રવાસ પર ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • સોફો છોડીને ખુરશી પર બેઠ્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયામાં ફોટો સેશનના દરમિયાન વચ્ચે ખાસ રીતે રાખવામાં આવેલા સોફા પર બેસવાનો ઇન્કાર કરી દીધો અને સૌની સાથે સામાન્ય ખુરશી પર બેસવાનો નિર્ણય કર્યો.

 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં પીએમ મોદી સોફો છોડીને ખુરશી પર બેસતા જોવા મળી રહ્યા છે. પીપૂષ ગોયલે વીડિયો શૅર કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીની સાદગી ફરી જોવા મળી. તેમણે રશિયામાં પોતાના માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાને હટાવીને અન્ય લોકોની સાથે સામાન્ય ખુરશી પર બેસવાની ઇચ્છા વ્યક્ત કરી.

સોફો છોડી ખુરશી પસંદ કરી:

તમને જણાવી દઇએ કે, ફોટો સેશન માટે અધિકારીઓએ પીએમ મોદીને બેસવા માટે વચ્ચે એક વિશેષ સોફાની વ્યવસ્થા કરી હતી જ્યારે અન્ય લોકોને બેસવા માટે બંને તરફ ખુરશીની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી આવ્યા અને તેમણે જોયુ તો અને ખુરશી પર બેસવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાદગીના સોશ્યલ મીડિયા ખૂબ વખાણ થઇ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્લાદિવોસ્તોકમાં ઇર્સ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં શામેલ થવા માટે 2 દિવસ માટે રશિયાના પ્રવાસે ગયા હતા. પીએમ મોદીએ મુખ્ય અતિથિ તરીકે  ઇર્સ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યુ કે, ''ભારત રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુદૂર પૂર્વ ક્ષેત્રને વિકસિત કરવા માટેના વિઝનને પૂરો કરવા ભાગીદાર બનશે.''

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Video viral world Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ