બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / prime minister narendra modi new parliament inauguration rahul gandhi

વિરોધ / પ્રધાનમંત્રીએ નહીં રાષ્ટ્રપતિએ કરવું જોઈએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન', રાહુલ ગાંધીએ આપ્યું આવું કારણ

Kishor

Last Updated: 04:19 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી નહી પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે કરવું જોઈએ.

  • નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે
  • ઉદ્ઘાટન પીએમ મોદી નહી પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે કરવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેને લઈને હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી નહી પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે કરવું જોઈએ. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધતા ટ્વિટ કરીને લખ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ.


વડાપ્રધાન એવું કેમ દેખાડી રહ્યા છે કે ...

બીજી તરફ આરજેડીના નેતા મનોજ ઝાએ આગ્રહ કર્યો કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્પતિ એ કેમ ન કરવું જોઈએ? તો  AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે PM કારોબારીના વડા છે, વિધાનસભાના નહીં. ત્યારે આવી સ્થિતિમાં લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે આ પ્રજાના રૂપીએ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન એવું કેમ દેખાડી રહ્યા છે કે તેમના મિત્રોએ સ્પોન્સર કર્યું છે. આવી સ્થિતિ વચ્ચે સીપીઆઈ નેતા ડી રાજાએ કહ્યું કે મોદી ખાલી પોતાનો ચહેરો જ ચમકાવી રહ્યા છે.

શું છે ખાસિયત ?

હાલમાં લોકસભામાં 590 લોકોની બેઠક ક્ષમતા છે. નવી લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને વીઆઈપી લાઉન્જ પણ છે.


4 માળની આ ઇમારત, ભૂકંપથી પ્રતિરોધક 
64 હજાર 500 ચોરસ મીટરમાં બનેલી નવી સંસદની ઇમારત 4 માળની છે. તેના 3 દરવાજા છે જેના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે. નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.

જાન્યુઆરી 2021માં બાંધકામ શરૂ થયું
ત્રિકોણાકાર આકારની નવી સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ