બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Politics / President Draupadi Murmu presented the Bharat Ratna Award to LK Advani at his residence

Bharat Ratna Award / રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈ આપ્યો ભારત રત્ન એવોર્ડ, PM મોદી પણ રહ્યા હાજર

Priyakant

Last Updated: 12:50 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Ratna Award Latest News:  ગઇકાલે રાષ્ટ્રપતિ નિવાસ પર 4 મહાનુભાવોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા બાદ આજે અડવાણીના ઘરે જઇ એનાયત કરાયો ભારત રત્ન

Bharat Ratna Award 2024 : ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે PM મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા. નોંધનીય છે કે,ગઈકાલે જ 30 જાન્યુઆરીએ પસંદ કરાયેલ લોકોને રાષ્ટ્રપતિ નિવાસ પર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ અડવાણી ખરાબ તબિયતના કારણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી શક્યા ન હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે આયોજિત ભારત રત્ન એવોર્ડ સમારોહમાં કર્પૂરી ઠાકુર, એમએસ સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે આ પહેલા પણ અડવાણીને તેમના યોગદાન બદલ 2015માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સમયે અડવાણી 90 વર્ષના હતા અને બીમાર હતા જેના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતે તેમનું સન્માન કરવા તેમના ઘરે ગયા હતા.

PM મોદીએ પોતે કરી હતી જાહેરાત  
રાષ્ટ્રપતિ મુર્મુ સાથેPM મોદી પણ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીના આવાસ પર તેમને આ સન્માન આપવા પહોંચ્યા હતા. અડવાણીને આ સન્માનથી નવાજવામાં આવશે તેની જાહેરાત ખુદ PM મોદીએ 3 ફેબ્રુઆરીએ કરી હતી. જાહેરાત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણી આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંથી એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. સાથે જ PM મોદીએ કહ્યું હતું કે, 96 વર્ષના લાલકૃષ્ણ અડવાણીનું જીવન પ્રેરણાદાયી છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી.

અડવાણીનું યોગદાન મહત્વનું 
ભાજપ પક્ષની સ્થાપનામાં અટલ બિહારી વાજપેયીની સાથે લાલકૃષ્ણ અડવાણીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર જન્મભૂમિના રાજકીય ચહેરા તરીકે ઉભરી આવ્યું હતું. 1977ની સામાન્ય ચૂંટણી જીત્યા બાદ અડવાણીને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે 1999ની સામાન્ય ચૂંટણીમાં જીત્યા બાદ તેમને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ 2002 થી 2005 સુધી નાયબ વડા પ્રધાન પણ રહ્યા. અડવાણી 1991, 1998, 1999, 2004 અને 2009માં ગાંધીનગરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં તેઓ ગાંધીનગરથી છેલ્લી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં પણ તેઓ જીત્યા હતા.

શું છે ભારત રત્ન એવોર્ડ ? 
'ભારત રત્ન' દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.

એવોર્ડ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા અથવા સર્વોચ્ચ સ્તરની કામગીરીની માન્યતામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. વડાપ્રધાન 'ભારત રત્ન' માટે રાષ્ટ્રપતિને સીધી ભલામણ કરે છે. આ એવોર્ડ માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તકર્તાને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત સનદ (પ્રમાણપત્ર) અને મેડલ આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર આ સન્માનમાં કોઈ રકમ આપવામાં આવતી નથી. ભારત રત્ન કોને આપવામાં આવે છે? તેની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ તરફથી જાહેરનામું બહાર પાડીને કરવામાં આવે છે.

વધુ વાંચો: PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું, ભારતની એકતા-અખંડિતતાને કમજોર કરી

કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
'ભારત રત્ન'થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. તેમજ ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઉપરાંત સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં ભારત રત્ન વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ આ પદ આપવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ