બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Politics / PM Modi targeted the Congress, saying it has weakened the unity and integrity of India

નિવેદન / PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું, ભારતની એકતા-અખંડિતતાને કમજોર કરી

Priyakant

Last Updated: 12:24 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કહ્યું, લોકો કોંગ્રેસના પગલાથી ખૂબ નારાજ છે, કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ રવિવારે શ્રીલંકાને કચ્ચાંતિવું ટાપુ સોંપવાના નિર્ણય પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પાર્ટી પર દેશની અખંડિતતા અને હિતોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.

વાસ્તવમાં PM મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (RTI) રિપોર્ટ બાદ આવી છે. જેમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કેવી રીતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કચ્ચાંતિવું ટાપુ સોંપ્યો હતો. PM મોદીએ આ ખુલાસાને લઈને કોંગ્રેસ સરકારને ઘેરી છે. PM મોદીએ RTI રિપોર્ટને આંખ ખોલનારો અને ચોંકાવનારો રિપોર્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લોકો કોંગ્રેસના આ પગલાથી ખૂબ નારાજ છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં.

 

PM મોદીએ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી શેર
PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. PM મોદીએ લખ્યું છે કે, નવી હકીકતો દર્શાવે છે કે, કોંગ્રેસે કેવી રીતે ક્રૂરતાપૂર્વક કચ્ચાંતિવુંને આપી દીધું. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં ફરી એકવાર એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકતા નથી. ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નુકસાન પહોંચાડવું એ 75 વર્ષથી કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી રહી છે.

 

કોંગ્રેસ ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ
આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, તેમણે સ્વેચ્છાએ #Katchatheevu છોડી દીધું છે અને આ અંગે તેમને કોઈ અફસોસ નથી. તેમણે આગળ લખ્યું કે, ક્યારેક કોંગ્રેસના સાંસદ દેશના ભાગલાની વાત કરે છે તો ક્યારેક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને બદનામ કરે છે. આ દર્શાવે છે કે, તે ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે. તેઓ ફક્ત આપણા દેશના ભાગલા કરવા અથવા તોડવા માંગે છે.

વધુ વાંચો: જમીન સંબંધિત કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, હેમંત સોરેન અને તેના સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ

તમને જણાવી દઈએ કે કચ્ચાંતિવું દ્વીપ એ સ્થાન છે જ્યાં તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો જાય છે કારણ કે ભારતીય જળસીમામાં માછલીઓ ખતમ થઈ ગઈ છે. માછીમારો ટાપુ પર પહોંચવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગે છે પરંતુ શ્રીલંકાની નૌકાદળ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ