બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ આવ્યા, જુઓ શું કહે છે એનાલિસિસિના આંકડા

એલર્ટ! / માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ આવ્યા, જુઓ શું કહે છે એનાલિસિસિના આંકડા

Last Updated: 01:28 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

108 એમ્બ્યુલન્સને મળેલા હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસમાંથી 235 કેસ હાઈગ્રેડ ફીવરના હતા. જયારે પેટનો દુખાવો અને ઝાડા-ઊલટીના 12 કેસ અને ડીહાઈડ્રેશનના 11 કેસ આવ્યા હતા.

અમદાવાદ: ઉનાળો ચાલી રહ્યો છે, રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યનારાયણનાં તાપથી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે. રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી ગરમી પડવાની આગાહી કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહ્યો છે. હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં માત્ર 26 દિવસમાં જ 108 એમ્બ્યુલન્સને હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ્સ મળ્યા.

આપણે સમજીએ છીએ કે જયારે તાપ સૌથી વધુ હોય, એટલે કે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. પણ 108ની ટીમે તેમને આવતા કોલ્સ પરથી એક એનાલિસીસ કર્યું છે. પણ આ એનાલિસીસમાં જે વાત સામે આવી છે એ જાણીને નવાઈ લાગશે. 108ની ટીમના એનાલિસીસ પ્રમાણે આખા દિવસમાં સાંજે 6 વાગે સૌથી વધુ 50 કેસ નોંધાયા, જયારે સવારે 8 વાગે 41 અને સાંજે 8 વાગે 37 કેસ નોંધાયા અને રાતે 10 વાગે 34 કેસ આવ્યા. પરંતુ સવારે 10 વાગે 33 કેસ નોંધાયા જયારે બપોરે 12 વાગે 34 કેસ, 2 વાગે 27 કેસ અને 4 વાગ્યે 24 કેસ નોંધાયા.

108 એમ્બ્યુલન્સને મળેલા હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસમાંથી 235 કેસ હાઈગ્રેડ ફીવરના હતા. જયારે પેટનો દુખાવો અને ઝાડા-ઊલટીના 12 કેસ અને ડીહાઈડ્રેશનના 11 કેસ આવ્યા હતા.

વધુ વાંચો: ગરમ હવાઓ ફૂંકાશે, આ જિલ્લાવાળા ત્રાસી જશે, હવામાન વિભાગે કરી અકળાવતી આગાહી

એમ તો સાંજ પછી તાપમાન ઘટી જતું હોય છે અને તાપમાન 34 ડિગ્રીની આસપાસ હોય છે. પરંતુ સાંજે કેસ વધારે આવવાનું કારણ એ છે કે વ્યક્તિ દિવસ દરમિયાન ગરમીમાં વધારે ફર્યું હોય એની અસર સાંજે થતી હોય છે. માહિતી અનુસાર ઘણા લોકોને ગરમીમાં ફર્યા પછી તેની અસર 1-2 દિવસ રહીને પણ થતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ