બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Preparations for Mahamela of Ambaji Bhadravi Poonam, planning to make 40 lakh prasad boxes

બોલ માંડી અંબે.. / 1,05,000 કિલો બેસન, 78,750 કિલો ઘી, 1,57,500 કિલો ખાંડ, અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂ, રોજ 3 લાખ પેકેટ બનશે

Dinesh

Last Updated: 08:26 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Temple : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઇઃ રોજના 3,00,000 લાખ પેકેટ બનાવવામાં આવશે

  • અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની તડામાર તૈયારી
  • 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન
  • 11-12 કેન્દ્રો પરથી માઇભક્તોને મળશે માતાજીનો પ્રસાદ


શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આગામી તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ અને અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન
અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. પ્રસાદ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પુવરઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે આજે અંબાજી ખાતે ગણેશ ચુતર્થીના પવિત્ર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે. 

રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે
અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. આ માટે એજન્સીને અગાઉના દિવસે પ્રસાદ બનાવવાની જાણ કરવામાં આવશે. પ્રસાદ વ્યવસ્થા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે. જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પુરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય મંદિરમાં યજ્ઞ શાળાની બાજુમાં ૨ પ્રસાદ કેન્દ્ર, ગણપતિ મંદિર પાસે પ્રસાદ કેન્દ્ર, સાત નંબર ગેટ પાસે પ્રસાદ કેન્દ્ર, શક્તિ દ્વાર પાસે પ્રસાદ કેન્દ્ર સહિત વિવિધ જગ્યા ઉપર કુલ અગિયારથી બાર કેન્દ્રો પરથી માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મોહનથાળ પ્રસાદ બનાવવામાં આટલું સીધું- સામાન વપરાશે
એચ.કે.ગઢવીએ અંબાજી માતાજીના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વપરાનાર સીધા-સામાન અંગે માહિતી આપતા કહ્યું કે, ગયા વર્ષે મેળામાં આવેલા યાત્રાળુઓ અને આ વર્ષે મેળામાં આવનાર યાત્રિકોના અંદાજને ધ્યાનમાં રાખી 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવા છે. જેમાં 1050 ઘાણ માટે કુલ- 3,59,835 કિ.લો. બેસન, ઘી, ખાંડ અને ઇલાયચીનો વપરાશ કરવામાં આવશે. જે પૈકી ..

બેસન- 1,05,000 કિ.લો
ઘી- 78,750 કિ.લો (5250 ડબ્બા)
ખાંડ- 1,57,500 કિ.લો
210 કિ.લો. ઇલાયચી 
એજન્સીની દૈનિક 80 ઘાણ બનાવવાની ક્ષમતા છે, 80 ઘાણમાં 30,000 કિ.લો. પ્રસાદ બનતો હોય છે એટલે કે રોજના 3,00,000 લાખ પેકેટ બનાવવામાં આવશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Ambaji Temple Trust banaskantha news ભાદરવી પૂનમનો મેળો મહોનથાળ પ્રસાદ Ambaji Temple news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ