બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોનને સ્વીચ ઑફ કરવો બેસ્ટ કે પછી...? જાણો કંપની કેમ આપી રહી છે 2 ઓપ્શન
Last Updated: 03:14 PM, 10 May 2026
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન બંધ કરવા માટે બે વિકલ્પો શા માટે છે રીસ્ટાર્ટ અને પાવર ઓફ? જો કંપનીઓ ઇચ્છતી હોત, તો તેઓ ફક્ત એક જ વિકલ્પ આપી શકે છે. તેવામાં સવાલ ઉભો કરે છે કે બેમાંથી કયો સારો છે, અને આપણે કયો ઉપયોગ કરવો જોઈએ? હકીકતમાં સ્માર્ટફોન પર Switch Off અને Restart ઓપ્શન આપવા પાછળનો લોજિક અલગ છે. ઘણા લોકો માને છે કે જો ફોન બંધ કરવામાં આવે અને પછી જ્યારે તે ફ્રીઝ થાય ત્યારે પાછો ચાલુ કરવામાં આવે, તો તે "ડીપ ક્લીન"માંથી પસાર થાય છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, રીસ્ટાર્ટ અને પાવર ઓફ બંને બધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ પૂરી રીતે બંધ કરે છે.
ADVERTISEMENT
Restart અને Switch Off માં શું ફરક છે?
રિપોર્ટસ અનુસાર, ટેકનિકલ દ્રષ્ટિકોણથી, ફોન બંધ કરવા માટે બે અલગ અલગ પદ્ધતિઓ છે. આ બંને પદ્ધતિઓના પરિણામે તમારો ફોન સંપૂર્ણપણે શૂન્યથી શરૂ થાય છે. કહેવાનો અર્થ છે કે, તેના ઉપયોગ પર ફોનમાં કોઇ ઓપરેશન ચાલી શકતુ નથી.
ADVERTISEMENT
ફરકની વાત કરીએ તો, ફોનને શરુ થવામાં લાગતા સમયમાં તફાવત રહેલો છે. જ્યારે તમે ફોન રીસ્ટાર્ટ કરો છો, ત્યારે તે બંધ થયા પછી તરત જ આપમેળે પાછો ચાલુ થઈ જાય છે; જ્યારે તમે તેને બંધ કરો છો, ત્યારે તમે નક્કી કરો છો કે તેને ક્યારે પાછો ચાલુ કરવો. એવું નથી કે રીસ્ટાર્ટ કરવાથી ફોનની મેમરી ઓછી સાફ થાય છે, અથવા તેને પાવર ઓફ કરવાથી વધુ સંપૂર્ણ રીતે ક્લિન થાય છે.

ADVERTISEMENT
તો પછી ફરક ક્યા પડે છે?
ઘણા લોકો માને છે કે ફોન બંધ કરવો તે વધુ સારું કાર્ય કરે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ફોન બુટ થવા પર વધુ બેટરી પાવર વાપરે છે. તેથી જો તમે તમારા ફોનને આઠ કલાકથી વધુ સમય માટે બંધ રાખવાનો ઇરાદો ધરાવતા નથી, તો તેને સંપૂર્ણપણે બંધ કરવા કરતાં તેની જગ્યા રીસ્ટાર્ટ કરી લો.
ADVERTISEMENT
રિપોર્ટ્સ જણાવે છે કે, ફોનની લાંબી ઉંમર આપવા માટે લેગથી બચવા માટે સમય સમયે રીસ્ટાર્ટ કરતા રહેવુ જોઇએ. હકીકતમાં, રીસ્ટાર્ટ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ફોનને ફરીથી સરળતાથી ચલાવવા માટે પૂરતો છે.

ADVERTISEMENT
પછી પાવર ઓફ શું કરવુ જોઇએ ?
હવે સવાલએ ઊભો થાય છે કે જો ફક્ત રીસ્ટાર્ટ કરવું પૂરતું હોય, તો "પાવર ઓફ" ઓપ્શન શા માટે આપવામાં આવે છે, અથવા તેનો ઉપયોગ ક્યારે કરવું જોઈએ? ધારો કે તમારો ફોન ખૂબ જ ગરમ થઈ રહ્યો છે. આવા કિસ્સામાં તમારે તેને બંધ કરી દેવો જોઈએ. જ્યારે તમે રીસ્ટાર્ટ કરો છો, ત્યારે બેકગ્રાઉન્ડ પ્રક્રિયાઓ તરત જ ફરી શરૂ થાય છે, જેનાથી ફોનને ઠંડુ થવાનો સમય મળતો નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નવો ફોન ખરીદતા જ તુરંત ચેન્જ કરી દો આ 5 સેટિંગ્સ! નહીંતર એક ભૂલ ભારે પડશે
આ ઉપરાંત જો તમે ફોનની બેટરી બદલી રહ્યા છો કે કોઈ રિપેયરિંગનું કામ કરી રહ્યા છો, તો તેને પાવર બંધ કરવો જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે બંને વચ્ચેનો તફાવત અને તેમના સંબંધિત કાર્યો નીચે મુજબ સમજી શકો છો: જ્યારે કોઈ નાની સમસ્યા, જેમ કે લેગિંગનો સામનો કરવો પડે છે, ત્યારે ફક્ત ફોનને રીસ્ટાર્ટ કરવો પૂરતો છે. જો કે, હાર્ડવેર સમસ્યાના કિસ્સામાં અથવા ફોન વધુ ગરમ થઈ રહ્યો હોય, તો તેને સંપૂર્ણપણે પાવર ઓફ કરવુ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.