બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Potters, carpenters, weavers, singers to become 'professors' in colleges, no age limit, UGC issues guidelines

વાહ અદ્દભુત / કૂંભાર, સુથાર, વણકર, ગાયક બનશે કોલેજમાં 'પ્રોફેસર', કોઈ ઉંમર બાધ્ય નહીં, UGCએ જારી કરી ગાઈડલાઈન

Hiralal

Last Updated: 05:57 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપી છે.

  • કલાકારો અને કારીગરોની પ્રોફેસર તરીકે કોલેજોમાં થશે ભરતી
  • વિદ્યાર્થીઓને વ્યાખ્યાનો, વર્કશોપ, પ્રેક્ટિકલ્સ શીખવાડશે 
  • UGCએ જારી કરી ગાઈડલાઈન 

ભારતની નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપવામાં આવશે. માટીકામથી માંડીને વાંસની કળા, શેરડીનું કામ, લાકડાનું કામ, ચરખા વણાટ, કાપડ પર છાપકામ, રંગકામ ઓર્ગેનિક વસ્ત્રો, હાથથી ભરતકામ, કાર્પેટ બનાવતી, ગાયકો, નૃત્યાંગનાઓ પણ કોલેજોમાં 'પ્રોફેસર' બની શકશે. યુજીસીએ સત્તાવાર નોટિસ જારી કરીને આ અંગે માહિતી આપી છે. નવી શિક્ષણ નીતિ ઉચ્ચ શિક્ષણ અને કલા વચ્ચેના અંતરને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રીય કરાયું છે. 

પ્રોફેસર તરીકે કલાકારો અને કારીગરોની નિમણૂક
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે કલાકારો અને કારીગરોની નિમણૂક કરવામાં આવશે. તેઓ કોલેજોમાં વર્ગો લેશે પરંતુ નિયમિત રહેશે નહીં. તેઓ વ્યાખ્યાનો, વર્કશોપ, પ્રેક્ટિકલ્સ અને તાલીમ લેશે. કોલેજની પસંદગી સમિતિ વિવિધ પાત્રતાના માપદંડને પૂર્ણ કર્યા પછી અને પસંદગી કર્યા પછી ત્રણ વર્ષ માટે તેમની નિમણૂક કરશે. 

કોલેજમાં ભણાવવાની તક કોને મળશે?
આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, કેન્દ્ર કે રાજ્ય સરકારના એવોર્ડ તથા પોતપોતાના ક્ષેત્રમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપવામાં આવશે. આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝિક, ફાઇન આર્ટ્સ સહિત અનેક ક્ષેત્રના નિષ્ણાતો અરજી કરી શકશે. આ પહેલથી સ્થાનિક કલાકારો અને કારીગરોને આગળ વધવાની તક મળશે.

આ ત્રણ સ્તરે થશે ભરતી 

પ્રથમ સ્તર 
આ કલાકારો અને કારીગરો હશે. તેમની પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો પ્રાપ્ત થયા હોવા જોઈએ.

બીજું સ્તર 
પરમ ગુરુ અપવાદરૂપ કલાકાર અને કારીગરને પરમ ગુરુ કક્ષાએ મૂકવામાં આવશે. આમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમારા કાર્યને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાના પ્રતીક રૂપે એનાયત થવું જોઈએ.

ત્રીજું સ્તર 
આ બધા જાણીતા કલાકારો અને કારીગરો હશે. આ કેટેગરીમાં, સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી રહેશે.

કોઈ પણ ઉંમરના કરી શકશે અરજી 
ત્રણેય સ્તરે વયમર્યાદા રહેશે નહીં. કોઈપણ વય જૂથના પાત્ર ઉમેદવારો અરજી કરી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ