બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / post mortem was done of toy considering the body of a newborn in maharashtra

ટ્રેજડી / નવજાતનો મૃતક દેહ સમજી પોસ્ટ મોર્ટમ કર્યુ, પછી જે થયું તે જોઈને તમામ લોકો ચોંકી ગયા

Dharmishtha

Last Updated: 12:14 PM, 14 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના બુલઢાણામાં પોલીસ અને હોસ્પિટલના કામ કરવાની રીત પર સવાલો ઉઠી રહ્યા છે. હકિકતમાં પોલીસે એક એવી વસ્તુને નવજાતનું શરીર સમજીને તેનું પંચનામુ કરી મોકલી દીધું છે. હોસ્પિટલે પણ પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા શરુ કરી દીધી. તેમાંથી એવી વસ્તુઓ નિકળી ત્યારે તે નવજાતનું શરીર નહીં પણ આ વસ્તુ હોવાની ખરાઈ થતા આ ઘટનાએ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • કિચડમાં લથપથ હોવાના કારણે તે નવજાત બાળકના શરીર જેવી દેખાતી હતી
  • પોલીસની જેમ હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે
  •  નદી કિનારે કપડામાં એક નવજાતનો મૃતદેહ ફેંક્યાની જાણ થતા પોલીસ પહોંચી

બુલઢાણા જિલ્લાના ખામગામ તાલુકા સ્થિત બોરની પાસે એક નદી કિનારે કપડામાં એક નવજાતનો મૃતદેહ ફેંક્યાની જાણ થતા પિંપલગાંવ રાજા પોલીસ બોરજવાલા ગામની નદી કિનારે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનું પંચનામુ પણ કર્યુ અને નવજાતના મૃતદેહને પોતાની  કસ્ટડીમાં લઈ ખામગાવના હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતુ.

પરંતુ આ જ રીતે પોલીસની જેમ હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પોસ્ટમોર્ટમના સમયે જ્યારે ચીર ફાડ કરવામાં આવી તો તેમાથી કપાસ અને સ્પંજ નિકળ્યા હતા. એ બાદ તે નવજાતનો મૃતદેહ નહીં પણ એક રમકડુ હોવાનું બહાર આવ્યું હતુ.

પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એલ. ચૌવ્હાણે કહ્યું કે ગામમાં પોલીસ પાટિલે જ આ જાણકારી આપી હતી કે નદીની પાસે 7-8 મહિનાના નવજાતનો મૃતદેહ પડ્યો છે. બીજા દિવસે પંચનામુ કરી દસ્તાવેજો તૈયાર કર્યા. પીએમ સમયે શરીરમાંથી કપાસ અને સ્પંજ નિકળ્યા બાદ સમજમાં આવ્યું કે આ માનવ શરીર નહીં પણ ઢીંગલી છે. કિચડમાં લથપથ હોવાના કારણે તે નવજાત બાળકના શરીર જેવી દેખાતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Post Mortem buldhana પોસ્ટ મોર્ટમ મહારાષ્ટ્ર OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ