ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મકરસંક્રાંતિ નિમિતે રાજ્યભરના આંગણવાડી કેન્દ્રોમાં "પોષણ ઉડાન" કાર્યક્રમની ઉજવણી, જુઓ PHOTOS

જાગૃતિ / મકરસંક્રાંતિ નિમિતે રાજ્યભરના આંગણવાડી કેન્દ્રોમાં "પોષણ ઉડાન" કાર્યક્રમની ઉજવણી, જુઓ PHOTOS

Published By: Vishal Khamar

Last Updated: 01:07 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ૧૪મી જાન્યુઆરી, મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન ‘પોષણ ઉડાન - ૨૦૨૬’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ૧૪મી જાન્યુઆરી, મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ‘પોષણ ઉડાન - 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આઈસીડીએસ અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.

પોષણ ઉડાન-2026 હેઠળ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ, સ્થાનિક શાળાઓ, એનજીઓ, સમુદાયના આગેવાનો જન ભાગીદારીથી જોડાશે. આ કાર્યક્રમ અંતર્ગત આહારમાં વિવિધતા, જંક ફૂડનો ત્યાગ, કિશોરીઓમાં એનીમિયા નિવારણ, સ્વચ્છતા અને શુદ્ધ પીવાનું પાણી જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત નક્કી કરવામાં આવેલી થીમ અંગે પતંગ બનાવવાની સ્પર્ધા, પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો લખવાની સ્પર્ધા તથા કિશોરીઓ માટે ક્વિઝ અને રમત-ગમતની પ્રવૃત્તિઓ, શિયાળાની પૌષ્ટિક વાનગીઓ, "સરગવો" સુપર ફૂડનું મહત્વ, ટેક હોમ રાશન-THR અને મિલેટ્સ-શ્રી અન્નમાંથી બનતી વાનગીઓનું નિદર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા.

આ ઉપરાંત સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકો માટે હિમોગ્લોબિન તપાસ, આઈ.એફ.એ. ગોળી વિતરણ અને બી.એમ.આઈ માપણી સાથે પોષણ પરામર્શ કરાયો હતો.

આંગણવાડી કેન્દ્રો પર નોંધાયેલા તમામ લાભાર્થીઓને રંગબેરંગી પતંગો અને દોરીની ભેટ આપવામાં આવી હતી. પારંપરિક રીતે બરછટ અનાજ, સીંગદાણા, તલ અને મમરાની પૌષ્ટિક ચિકીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાતિના દિવસે લાભાર્થીઓ દ્વારા પતંગો પર પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો જેવા કે લખીને આકાશમાં જનજાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી, જાણો શું છે સમગ્ર મામલો

પતંગોત્સવ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ દુક્કલનો ઉપયોગ ટાળવા તેમજ ઈજાઓ રોકવા માટે જરૂરી સાવચેતી રાખવા પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા મકરસંક્રાંતિના તહેવારને ‘પોષણ ઉડાન’ દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે તંદુરસ્ત ગુજરાતના નિર્માણ તરીકે ઉજવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women and Child Development Department Makar Sankranti Festival Poshan Udan 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ