ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી, જાણો શું છે સમગ્ર મામલો
Last Updated: 12:42 PM, 13 January 2026
ADVERTISEMENT
વર્ષ 2023 માં વડાપ્રધાનની ડિગ્રી અંગેના નિવેદનને લઈ કેસ નોંધાયો હતો. જે મામલે ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવા અરજી કરી હતી. હવે બંને વિરૂદ્ધ એક જ કેસમાં સુનાવણી કરવામાં આવશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે.
ADVERTISEMENT

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીરન અરવિંદ કેજરીવાલ તેમજ સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જે બાદ તેઓએ અપીલ માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જે બાદ કોર્ટે બંને પક્ષને સાંભળીને ચૂકાદો અનામત રાખ્યો હતો.
ADVERTISEMENT

અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે માનહાનિના કેસમાં કાર્યવાહી ચાલી રહી હોવાથી અરવિંદ કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવા અરજી કરી હતી. તેમજ તેઓએ દાવો કર્યો હતો કે, તેમની પર કાવતરૂ કે ગુનાહિત ઈરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી. જેથી સંજયસિંહની ટ્રાયલ અલગથી કરવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સવારે કચ્છ તો અત્યારે...! આ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 46 કિમી દૂર
ગુજરાત યુનિ. એ વર્ષ 2023 માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમજ સબંધિત ઘટના દરમ્યાન વીડિયો પણ અપલોડ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિે સીઆરપીસીની કલમ 223 ની ઉપકલમ (એ) ની જોગવાઈ હાલના કેસ પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતા કોર્ટે જણાવ્યું હતું કે, જે આદેશ આરોપી તરફથી શરૂ કરવામાં આવ્યો હોય તેના હિતમાં પસાર થયો હોય તેને કોર્ટ રદ્દ કરી શકતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.