ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સવારે કચ્છ તો અત્યારે...! આ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 46 કિમી દૂર
Last Updated: 11:40 AM, 13 January 2026
ADVERTISEMENT
પોરબંદર નજીક દરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીર્વતા 2.7 નોંધાવા પામી છે. સવારે 9.58 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પોરબંદરથી 46 કિમી દૂર સમુદ્રમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. સવારે કચ્છ જિલ્લામાં પણ 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ADVERTISEMENT
ચાર દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વહેલી સવારે ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કુલ ત્રણ વખત ધરા ધ્રુજી ઉઠી હતી.

ADVERTISEMENT
થોડા દિવસ પહેલા જેતપુરમાં ભૂકંપના કેટલા આંચકા અનુભવાયા
થોડાદિવસ પહેલા જેતપુર પંથકમાં ભૂકંપના આંચકા સતત યથાવત રહ્યા હતા. વઘુ 4 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. સવારના 6 વાગ્યાથી બોપર 12 વાગ્યા સુધીમાં 11 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ADVERTISEMENT
ભૂકંપનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ પાસે નોંધાયું હતુ
ADVERTISEMENT
પ્રથમ ભૂકંપનો આંચકો વહેલી સવારે 6.19 મિનિટે અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ફરી સવારે 6.55 મિનિટે અને 6.58 મિનિટે બે હળવા આંચકાઓ અનુભવાયા. અને આમ 3 આંચકા એકપછી એક અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ સિવાય જેતલસર, પેઢલા, સરધારપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિત આસપાસના અનેક ગામોમાં પણ ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. વહેલી સવારે એક પછી એક આચકાઓ આવતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
એક બાદ એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતા ગુજરાતીઓમાં ફફડાટ, જુઓ CCTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 9, 2026
(રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આચકા અનુભવાતા લોકોમાં ફફડાટ અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના ત્રણ આચંકા અનુભવાયા. જેતલસર, પેઢલા, સરધારપુર, નાની પરબડી, મોટી પરબડી સહિતના ગામોમાં આવ્યા ભૂકંપના… pic.twitter.com/48rzS5ExpW
ADVERTISEMENT
આ ઉપરાંત, ગત રાત્રે 8.43 મિનિટે પણ આ વિસ્તારના કેટલાક ભાગોમાં ભૂકંપનો હળવો આચકો અનુભવાયો હતો. જોકે રાહતની વાત એ છે કે આ તમામ ભૂકંપના આચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.

ADVERTISEMENT
ભૂકંપ આવવા પાછળનું કારણ શું છે?
આવો જાણીએ કે ભૂકંપ શું છે, ભૂકંપ કયા કારણે આવે છે તે પણ એક ખુબ જ મોટુ વિજ્ઞાન છે. ભૂકંપને તમે સરળ ભાષામાં આ પ્રકારે સમજી શકીએ છે કે જમીનની સપાટી નીચે થનારી હલચલના કારણે તેજ કંપન પેદા થાય છે. જેને ભૂકંપ કહે છે. અમેરિકાના અમેરિકન સર્વે અનુસાર એવું ત્યારે બને છે જ્યારે ધરતીના બે બ્લોક અચાનક એક બીજા પર ખસે છે. જેના કારણે જમા થયેલી ઉર્જા ભૂકંપીય તરંગો તરીકે બહાર નીકળે છે. આ તરંગો પૃથ્વીમાં ફેલાઈ જાય છે અને જેના કારણે જમીન હલવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો