બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ તપાસમાં થશે અનેક ખુલાસા
Last Updated: 06:05 PM, 28 December 2024
ગુજરાતના સૌથી મોટા પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે, 27 ડિસેમ્બર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા ત્યારે કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
મોટા ખુલાસા થઈ શકે
ADVERTISEMENT
મહેસાણાના દવાડા ગામના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા છૂપાયો હતો. આ ફાર્મ હાઉસ કોઈ નેતાના સગા સંબંધીનું હોવાનું જાણવા મળ્યું છે. CID ક્રાઈમે ભૂપેન્દ્રના નજીકના સંબંધીઓના કોલ ટ્રેસ કર્યા હતા. તેમજ શંકાસ્પદોની પૂછપરછ કર્યા બાદ આખરે ફાર્મ હાઉસમાંથી મહાઠગ ઝડપાયો હતો. કોનો આશરો લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરતો રહ્યો તેની તપાસ કરવામાં આવશે. 6 હજાર કરોડનો આ મહાઠગ હવે પૂછપરછમાં કયા મોટા ખુલાસાઓ કરે છે તેના પર લોકોની નજર રહેલી છે. અને જે લોકોએ ઊંચા વળતરની લાલચે રોકાણ કર્યું છે તે પૈસા ક્યારે પરત મળશે તેની રાહ જોઈ રહ્યા છે.
કિરણસિંહ ચૌહાણએ આપ્યો હતો આશરો
ADVERTISEMENT
ભૂપેન્દ્ર ઝાલાને આશ્રય આપવા મામલે નવો ખુલાસો થયો છે. મહેસાણાનાં દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. તેમજ દવાડા કિરણસિંહનાં ફાર્મ હાઉસ પર ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ રોકાયો હોવાનો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. ત્રણ તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા વેશપલટો કરી ચાર દિવસથી કિરણસિંહ ઝાલાને તેમજ ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતા. કિરણસિંહનો વારંવાર સંપર્ક કરતા ભૂપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતા. કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગની હાડ થિજવતી આગાહી
પોલીસે લોકોને કરી છે અપીલ
ADVERTISEMENT
CID ક્રાઈમના DIG પરિક્ષિતા રાઠોડે લોકોને પણ અપીલ કરી હતી કે, જે ફરિયાદી હોય તે આગળ આવે અને ફરિયાદ નોંધાવે. લોકોની ફરિયાદ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દરેક સવાલના જવાબ મેળવવા CID ક્રાઈમની પૂછપરછમાં ભૂપેન્દ્ર ઝાલાના અનેક રાઝ પરથી પડદો ઉંચકાઈ શકે છે. 6 હજાર કરોડનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું? તેમજ કોણે જનતાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો તે હકીકત સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.