ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગની હાડ થિજવતી આગાહી
Last Updated: 04:47 PM, 28 December 2024
ADVERTISEMENT
ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જોવા માહોલ સર્જાયો છે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં શિયાળાની ઋતુ પૂરબહારમાં જોવા મળી રહી છે, વાતાવરણ ઠંડુગાર બનતા લોકો તીવ્ર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.જો કે, હજુ પણ વધારે ઠંડી પડવા જઇ રહી છે. ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવન ફૂંકાઈ રહ્યા હોવાને લઈને ફેરફાર આવી રહ્યા છે.
ADVERTISEMENT
2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેને લઈને લોકોને ઠંડી અનુભવાશે. હાલ અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે મુજબ પાછલા 24 કલાક કરતા 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવે અમદાવાદમાં તાપમાન ઘટીને 15 ડિગ્રી રહેવાની શક્યતા વ્યકત કરાઈ છે. તો ગાંધીનગરમાં 16 ડિગ્રી તથા નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં બરફ પડે તો ક્યાં કેવાં દ્રશ્યો સર્જાય? ના જોયા હોય તો જોઇ લેજો આ Photos, AIની નજરે

ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી
ADVERTISEMENT
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે. અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો