બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / પ્રવાસ / polo forest is the Best places in Gujarat to visit with family-friends in Monsoon

તમારા કામનું / ચોમાસામાં ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાની ગુજરાતની બેસ્ટ જગ્યા: કુદરતી સૌંદર્ય જોઈને ઘરે પાછા આવવાનું મન નહીં થાય

Megha

Last Updated: 01:47 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વરસાદની સિઝનમાં જો તમે પણ પિકનિક માટે વિચારી રહ્યો છો તો અમદાવાદની પાસે આવેલ પોળો ફોરેસ્ટ માટે બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • ફરવા જવાનું વિચારી રહ્યા છો તો પોળો ફોરેસ્ટ બેસ્ટ પ્લેસ
  • અમદાવાદથી લગભગ 110 કિમી દૂર આવેલ છે 
  • આ જગ્યાને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે

ગુજરાતમાં ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સ્વર્ગથી ઓછી નથી દેખાતી. 

Image Credit:Gujarat tourism

ફરવા જવાનું વિચારી રહ્યા છો તો પોળો ફોરેસ્ટ બેસ્ટ પ્લેસ
આ વરસાદની સિઝનમાં જો તમે પણ પિકનિક માટે વિચારી રહ્યો છો તો અમદાવાદની પાસે આવેલ પોળો ફોરેસ્ટ માટે બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સીઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે. નેચર પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો.

અમદાવાદથી લગભગ 110 કિમી દૂર 
અમદાવાદથી લગભગ 110 કિમીના અંતરે આવેલું આ સ્થળ કુદરતની સુંદરતા અને પ્રકૃતિના ખોળે પાંગર્યું છે. ઇડરથી માંડ 35 કિમીના અંતરે આવેલું છે. ઇડરથી જીપમાં આ સ્થળે જઈ શકાય છે. ભરઉનાળામાં પણ અહીંનું તાપમાન 35 સે. ઉપર જતું નથી. હા, જોકે અહીં કુદરતી હરિયાળી હોવાને કારણે ચોમાસામાં જવાની મજા કંઈક અલગ જ હોય છે. હાલમાં ઈડરમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ જગ્યા સૌંદર્યથી ભરપૂર છે. 

Image Credit:Gujarat tourism

પોળો ફોરેસ્ટનો ઇતિહાસ
અહીંના મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોળો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાશકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવામાં આવ્યું હતું. પોળો શબ્દ પોળ પરથી આવેલો છે. જેનો, અર્થ મારવાડી ભાષા પ્રમાણે દ્વાર થાય છે.

પોળો  ફોરેસ્ટ કેમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે?
અહીં ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. અહીં નાનું ઝરણું પણ છે. મોટાભાગે ચોમાસા સિવાયની ઋતુમાં તે સૂકું હોય છે. અહીં એક જૈન મંદિર, શિવ મંદિર અને એક કૂવો પણ છે. જૈન મંદિર અને શિવ મંદિર પર અદભુત કોતરણી કરવામાં આવેલી છે. હાલમાં આ સ્થળને ગુજરાતના સરંક્ષણ વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ સ્થળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે.

કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો ને આકર્ષે છે. ડેમથી 5 કિમીના અંતરે પર્યટકો માટે ફોરેસ્ટ રેસ્ટ હાઉસની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અહીં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા પોળો ઉત્સવ યોજાય છે. જે અંતર્ગત ટ્રેકિંગ અને ફોટોગ્રાફી જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.

Image Credit:Gujarat tourism

કેવી રીતે જશો?
અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પ સાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરકાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.

જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ