બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Political crisis in Maharashtra continues: SC seeks affidavits from all parties, will hear again on August 1

દિલ્હી / મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત : SCએ તમામ પક્ષકારો પાસેથી મંગાવી એફિડેવિટ, 1લી ઓગસ્ટે કરશે ફરી સુનાવણી

ParthB

Last Updated: 03:40 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી કેટલીક અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

  • મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી 
  • SCમાં ઉદ્ધવ અને શિંદે જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે હાથ ધરાઈ સુનાવણી
  • હવે આ મામલે 1લી ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે   

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી. સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથ વતી વકીલ કપિલ સિબ્બલે અને શિંદે જૂથ વતી વકીલ હરીશ સાલ્વેએ દલીલો રજૂ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને સંકેત આપ્યો છે કે આ મામલાની સુનાવણી મોટી બેંચ દ્વારા કરવામાં આવી શકે છે.

SCમાં ઉદ્ધવ અને શિંદે જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરાઈ

સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ જૂથના વકીલો CJIના મંતવ્ય સાથે સંમત થયા કે આ મામલો બંધારણીય બેંચને મોકલવો જોઈએ.સીજેઆઈએ કહ્યું કે અમે આ મામલાને મોટી બેંચને મોકલવાનો આદેશ નથી આપી રહ્યા ખાલી વિચારણા હેઠળ છે. આ સાથે તમામ પક્ષકારો પાસેથી એફિડેવિટ પણ માંગવામાં આવી છે. બંને પક્ષકારોએ પણ લેખિતમાં જણાવવું પડશે કે તેઓ કયા મુદ્દાઓ સાંભળવા માંગે છે. કોર્ટે વિધાનસભાના રેકોર્ડ સાચવવા પણ કહ્યું છે. આમ આ મામવે આગામી 1લી ઓગસ્ટે સુનાવણી થશે.
 
ગેરલાયકાતની કાર્યવાહી સમગ્ર લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ છે-હરીશ સાલ્વે

આ સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ કોર્ટેને કહ્યું કે તેઓ ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર એફિડેવિટ દાખલ કરવા માંગે છે.આવી સ્થિતિમાં તેમને તેના માટે એક સપ્તાહનો સમય આપવો જોઈએ.આના પર CJI NV રમન અરજીઓના જવાબમાં એફિડેવિટ દાખલ કરવા સંમત થયા.સાલ્વેએ આ દરમિયાન કહ્યું હતું કે હવે અયોગ્યતાની કાર્યવાહી લાગુ પડતી નથી.ગેરલાયકાતની કાર્યવાહી સમગ્ર લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ છે. જેની શરૂઆત તત્કાલીન સ્પીકરે કરી હતી. જ્યારે ધારાસભ્યોએ તેમને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે નવી અરજી પણ દાખલ કરવામાં આવી છે, જે અમને મળી નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિંદે ગ્રૂપ અને ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ સામે કોઈ કાર્યવાહી થશે નહીં.

સુપ્રીમ કોર્ટે સાલ્વેને કહ્યું કે આ રાજકીય રીતે સંવેદનશીલ મામલો છે, સવાલ એ છે કે જો વિભાજન થયું નથી, તો તેની અસર શું છે? આના પર સાલ્વેએ કહ્યું કે આમાં અયોગ્યતાનો કોઈ કેસ નથી. એક વ્યક્તિ જે પોતાના સમર્થનમાં 20 લોકો પણ ન રાખી શકે, તે કોર્ટમાંથી રાહતની આશા રાખી રહ્યો છે. આ દરમિયાન કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જો આ કેસને મંજૂરી આપવામાં આવશે તો દેશની દરેક ચૂંટાયેલી સરકારને ગબડાવવાનું જોખમ વધી જશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિંદે ગ્રૂપ અને ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ સામે કોઈ કાર્યવાહી થશે નહીં. આ પછી, રાજ્યપાલ વતી એસજી તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવતી અરજીઓનો સમૂહ ઘણા બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે. આ કારણે સરકાર બદલાઈ. અરજીઓની સુનાવણી 5 જજોની બેંચ સમક્ષ થવાની જરૂર પડી શકે છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથ વતી સિબ્બલે કોર્ટમાં દલીલો રજૂ કરી 

કોર્ટમાં ઉદ્ધવ જૂથ વતી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, જો રાજ્ય સરકારો ઉથલાવી દેવામાં આવશે તો લોકશાહી જોખમમાં આવશે. સિબ્બલે કહ્યું કે કોઈ રાજકીય પક્ષના સભ્યો જે અચાનક કોઈ કારણસર અલગ થઈ ગયા હોય તેમને દસમી અનુસૂચિમાં કોઈ છૂટ નથી. આવી પરંપરાની શરૂઆત કોઈ પણ રીતે સારી નથી. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશમાં ક્યાંય પણ.

કાયદાની મદદથી પક્ષપલટાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.-સિબ્બલ

સિબ્બલે કહ્યું કે ઉદ્ધવ શિવસેના જૂથના ધારાસભ્યોને કોઈ રક્ષણ નથી. તેમણે કહ્યું કે રાજ્યપાલે એકનાથ શિંદેને શપથ લેવડાવ્યા,જો કે, તેઓ જાણતા હતા કે તેમની ગેરલાયકાતનો મામલો હજુ પણ સ્પીકર સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી તે નક્કી ન થાય કે કેટલાક સભ્યો ગેરલાયક છે કે નહીં,તેમને સદનમાં વોટિંગનો અધિકાર રાજ્યપાલ આપે છે. સિબ્બલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જેવી જ સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી તુરંત જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો. જે કાયદો પક્ષપલટાને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો, તે જ કાયદાની મદદથી પક્ષપલટાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hearing Maharashtra Supreme Court affidavits political crisis એફિડેવીટ મહારાષ્ટ્ર રાજકીય સંકટ સુનાવણી સુપ્રીમ કોર્ટ Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ