બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police conducted a search at the factory of the accused Yogi Sindhi in connection with the death due to the drug scandal in Kheda.

કાર્યવાહી / ખેડા સિરપકાંડ: પોલીસ તપાસનો ધમધમાટ, મુખ્ય આરોપી યોગી સિંધીની ફેક્ટરી પર સર્ચ ઓપરેશન, SPએ કર્યા મોટા ખુલાસા

Dinesh

Last Updated: 11:23 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda news: ખેડા SPએ જણાવ્યું કે, યોગી સિંધીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સના આધારે તપાસ કરવામાં આવી છે. તપાસમાં અમુક લિક્વિડ મળ્યા તે એફ એસ એલમાં મોકલીશું

  • ખેડામાં નશાકારક સિરપકાંડથી થયેલા મોત મામલો
  • પોલીસે આરોપી યોગી સિંધીની ફેક્ટરી પર સર્ચ હાથ ધર્યું
  • તપાસમાં કેટલાક ડોક્યુમેન્ટસ પણ મળી આવ્યા : ખેડા SP 


ખેડામાં નશાકારક સિરપકાંડથી થયેલા મોત મામલે એક બાદ એક ખુલાસો સામે આવી રહ્યો છે. ખેડા પોલીસ દ્વારા મુખ્ય આરોપી યોગી સિંધીની ફેક્ટરી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે સમગ્ર સર્ચને લઈ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ નિવેદન આપ્યું છે. 

'તમામ પ્રકારની તપાસ ચાલી રહી છે'
ખેડા SPએ જણાવ્યું કે, યોગી સિંધીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સના આધારે તપાસ કરવામાં આવી છે. તપાસમાં અમુક લિક્વિડ મળ્યા તે એફ એસ એલમાં મોકલીશું. વધુમાં કહ્યું કે, તપાસમાં કેટલાક ડોક્યુમેન્ટસ પણ મળી આવ્યા છે. તપાસમાં મળેલ શંકાસ્પદ સામગ્રીઓ ગુનાના ઉપયોગમાં લેવા યોગ્ય છે કે કેમ તે એફએસએલ રિપોર્ટ બાદ ખબર પડશે. ફુડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના તમામ અધિકારીઓની હાજરીમા સંયુક્ત રીતે તપાસ ઑપરેશન કર્યું છે. ફેક્ટરી માંથી મળી રહેલ તમામ સામગ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ એફ એસ એલના અધિકારીઓની હાજરીમાં કબજે લેવાઈ છે

'2021થી ફેક્ટરી ચાલતી હતી'
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, અલગ અલગ લાઇસન્સ મુજબ ફેક્ટરીમાં બોટલિંગ તેમજ મસાલા પેક કરવાની મશીનરી છે. કેસને લગતી ઉપયોગી પુરાવાઓ સર્ચ ઓપરેશન દરમિયાન કબજે લેવાઈ રહ્યા છે. મસાલા, બેવરેજીસ તેમજ અન્ય એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું એમ ત્રણ લાઇસન્સ છે. 2021થી ચાલતી ફેક્ટરીમાં સાત જેટલા મજૂરો કામ કરતા હતા.વધુમાં ખેડા એસપીએ કહ્યું કે,  પોલીસ દ્વારા મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ઊંડાણપૂર્વક પૂછપરછ થઈ રહી છે 

ખેડા જિલ્લામાં 5 લોકોના સીરપના કારણે મોતનો મામલો 
નશીલા સિરપથી 5 લોકોનાં મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે. એમાં પણ સિરપ બનાવનાર યોગેશ સિંધી અને વેચનાર નારાયણ સોઢાની પોલીસે અટકાયત કરી છે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ