બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Narendra modi on Parliament Monsoon Session

વિવાદ / સંસદમાં સંબોધન શરૂ કરતાં જ વિપક્ષનો જોરદાર હોબાળો, PM મોદીએ આ રીતે કર્યો કટાક્ષ

Published By: Arohi

Last Updated: 12:43 PM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સંસદમાં મોનસૂન સત્રની શરૂઆત થઈ ચૂકી છે.

  • આજથી સંસદના મોનસૂન સત્રની શરૂઆત થઈ 
  • પહેલા દિવસે જ વિપક્ષ દ્વારા હંગામો 
  • PM મોદીએ મંત્રીઓના પરિચયને લઈને કહી આ વાત 


આજથી સંસદના મોનસૂન સત્રની શરૂઆત થઈ ચુકી છે. આ સત્રની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા મંત્રીઓનો પરિચય કરાવવા માટે જેવા ઉભા થયા વિપક્ષે હંગામો શરૂ કરી દીધો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના ઘણી વખત સજાવ્યા બાદ પણ વિપક્ષે હંગામો કરવાનું બંધ ન કર્યું. 

PM મોદીએ શું કહ્યું?

હંગામાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "હું વિચારી રહ્યો હતો કે આજે સંસદમાં એક ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સાંસદ મંત્રી બન્યા છે. આજે મને ખુશી હોત કે ખૂબ જ મોટી સંખ્યામાં આપણા દલિત ભાઈ મંત્રી બન્યા છે. ખુશી હોત કે આજે આપણા આદિવાસી સાથે મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે. તેમનો પરિચય કરાવવો આનંદની વાત હોત." 

તેમણે કહ્યું કે આ વખતે સદનમાં આપણા સાથે સાંસદ જે ખેડૂત પરિવારથી આવે છે, સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગથી આવે છે, ખૂબ મોટી માત્રામાં તેમને મંત્રીપરિષદમાં તક મળી, તેમનો પરિચય કરાવવાનું ગૌરવ થાત. પરંતુ દેશના દલિત મંત્રી બને, મહિલાઓ મંત્રી બને, ઓબીસી મંત્રી બને, ખેડૂતોના દિકરા મંત્રી બને, આ વાત અમુક લોકોને રાસ નથી આવી. માટે તેમનો પરિચય પણ ન થવા દીધો. મંત્રીમંડળમાં નવનિયુક્ત સદસ્યોને લોકસભામાં ઈન્ટ્રોડ્યુસ સમજવામાં આવે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Parliament Monsoon Session ચોમાસુ સત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Parliament Monsoon Session

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ