બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PM મોદી ફરી આવશે ગુજરાત, 15 દિવસમાં બીજી વખત લેશે મુલાકાત, કારણ ખાસ
Last Updated: 05:23 PM, 3 November 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશાળ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ આદિવાસી નેતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરશે.
ADVERTISEMENT

જન્મજયંતિની ઉજવણીની શરૂઆત થશે
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીની આ ગુજરાત મુલાકાત માત્ર 15 દિવસમાં તેમની બીજી મુલાકાત છે. ગુજરાત સરકારે અંગ્રેજો સામે લડત આપનારા આદિવાસી નેતા બિરસા મુંડાના માનાર્થે ડેડિયાપાડા ખાતે પ્રતિમા સ્થાપીત કરી છે. જ્યાંથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત થનારી છે. જે સમગ્ર દેશમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવાશે.
આ પણ વાંચોઃ VIDEO : આ દર્દ ફક્ત એક ખેડૂત જ સમજી શકે, કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં
ADVERTISEMENT
વડાપ્રધાન સવારે સુરત આવશે
બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન સવારે સુરત આવશે. જ્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ ડેડિયાપાડા જશે. જ્યાં વડાપ્રધાન આદિવાસી નેતાના બલિદાન અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને દેશ સમક્ષ પુનઃ રજૂ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.