બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : આ દર્દ ફક્ત એક ખેડૂત જ સમજી શકે, કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં
Last Updated: 04:41 PM, 3 November 2025
જસદણ તાલુકાના ચીતલીયા ગામના ખેડૂતોને આ વર્ષે મગફળીના ભાવને લઈને ભારે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. જસદણ APMC ખાતે ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા, પરંતુ વેપારીઓએ 300 રૂપિયામાં પણ મગફળી ખરીદવા ઈનકાર કર્યો.
ADVERTISEMENT
ખેડૂતોએ જણાવ્યું કે, મગફળી પલળી ગઈ હતી, છતાં દાણા સારી હાલતમાં હતા અને તેમાં કોઈ ખામી ન હતી. છતાં વેપારીઓએ મગફળી સ્વીકારવાની ના પાડી, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું.
ADVERTISEMENT
રાતભર લાઈનમાં ઉભા રહી ખેડૂતોએ આખી રાત ઉજાગરો કર્યો, પરંતુ સવારે 6 વાગ્યે પ્રવેશ મળ્યા પછી પણ વેપારીઓ તરફથી યોગ્ય ભાવ મળ્યો નહીં. અનેક ખેડૂતોએ પોતાનો આક્રોશ VTV ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યો.
ખેડૂતોએ કહ્યું કે, “એક બાજુ બિયારણ મોંઘું, ખાતર મોંઘું, દવાઓ મોંઘી અને કમોસમી વરસાદનો માર આ બધામાં અમે જીવીશું કે મરીશું?”
ADVERTISEMENT

મગફળીનો હાલનો બજાર ભાવ 800થી 1200 રૂપિયા પ્રતિ 20 કિલો વચ્ચે હોવા છતાં, ખેડૂતોને 300 રૂપિયાનો પણ દર મળતો નથી. અંતે ઘણા ખેડૂતોને પોતાની મગફળી પાછી લઈ જવી પડી, સાથે ટ્રેક્ટરનું ભાડું પણ ચૂકવવું પડ્યું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 6 આરોપીઓની ધરપકડ, ગુજરાત સાયબર ક્રાઇમે ઝડપી 190 કરોડથી વધુની સાયબર ઠગાઈ
ADVERTISEMENT
ખેડૂતોના આ પ્રશ્ને રાજ્યની કૃષિ નીતિ અને ખરીદી પ્રણાલીની નબળાઈને ફરી એકવાર ઉજાગર કરી છે. ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ન્યાયસંગત ભાવની ખાતરી આપે અને પલળી ગયેલી પાકની ખરીદી માટે અલગ વ્યવસ્થા કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.