બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 આરોપીઓની ધરપકડ, ગુજરાત સાયબર ક્રાઇમે ઝડપી 190 કરોડથી વધુની સાયબર ઠગાઈ

સ્કેમ / 6 આરોપીઓની ધરપકડ, ગુજરાત સાયબર ક્રાઇમે ઝડપી 190 કરોડથી વધુની સાયબર ઠગાઈ

Vishal Dave

Last Updated: 03:20 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

રાજ્યભરમાં સાયબર ક્રાઇમના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી મિનિટોમાં જ ગાયબ કરી દેતા સાયબર માફિયા સામે હવે પોલીસે મોટું પગલું ભર્યું છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યારસુધીમાં 190 કરોડ રૂપિયાની ઠગાઈમાં સંકળાયેલી હતી અને આ રકમ દુબઈમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચાડવામાં આવતી હતી.

આંતરરાષ્ટ્રીય ગેંગ પર કસ્યો કડક શંકાનો ફંદો

રાજ્યમાં વધી રહેલી સાયબર ઠગાઈને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવ્યા બાદ, ગાંધીનગરની સાયબર ટીમે અલગ અલગ શહેરોમાંથી લખતર, સાવરકુંડલા અને સુરત વિસ્તારમાં છાપા મારીને 6 શખ્સોને પકડી પાડ્યા. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર માર્કેટિંગ યાર્ડની બહાર એક દુકાન ભાડે લઈ, તેનું ખોટું પેઢીનામું રજિસ્ટર કરાવ્યું હતું, પરંતુ ત્યાં કોઈ વાસ્તવિક વેપાર થતો નહોતો.

ઠગાઈ માટે ઉપયોગમાં લેવાયેલી ટેકનિક

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, ટીમે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને આરોપીઓની બેંક ટ્રાન્ઝેક્શન અને મોબાઇલ લોકેશનનું વિશ્લેષણ કર્યું. આ માહિતીના આધારે પોલીસને ઠગાઈના નાણાંની હેરફેરના પુરાવા મળ્યા. અનુમાન છે કે આ ગેંગ ઠગાઈથી મેળવેલા નાણાં ક્રિપ્ટોકરન્સી અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર મારફતે દુબઈ સુધી પહોંચાડતી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા-થતા રહી ગયો! એક તરફી પ્રેમમાં પાગલ પરવેઝે કિશોરીને રોકી, અને પછી...!

પોલીસે કહ્યું — વધુ ધરપકડો શક્ય

પોલીસ સૂત્રો મુજબ, હાલ ધરપકડ કરાયેલા 6 શખ્સોથી પૂછપરછ ચાલુ છે અને હજી અન્ય લોકોના નામો પણ બહાર આવવાની શક્યતા છે. તપાસનો દોર આગળ વધતાં નાણાંના સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય લિંક વિશે વધુ ખુલાસા થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Scam Cyber Fraud International Syndicate
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ