બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / PM Modi will visit BJP Main office in the evening after the election results
ADVERTISEMENT
હાલમાં દેશનાં ચાર રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચારમાંથી 3 રાજ્યો- રાજસ્થાન, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે આગળ ચાલી રહી છે. આ તમામ પરિણામોની વચ્ચે માહિતી મળી રહી છે કે સાંજે 5 વાગ્યાથી ભાજપ મુખ્યાલયોમાં ઊજવણી શરૂ થઈ જવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6.30 વાગ્યે ભાજપ મુખ્યાલય પહોંચશે જ્યાં તેઓ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
157 બેઠકો સાથે MPમાં ખીલ્યું કમળ, તો રાજસ્થાનમાં સતા પરિવર્તન, છત્તીસગઢમાં BJP લીડ તરફ, તેલંગાણામાં KCRનું સૂરસૂરિયું!#ElectionResults #AssemblyElections2023 #MadhyaPradeshElectionResults2023 #BJP #Congress #vtvgujarati #VTVCard #ElectionResultsWithVTV pic.twitter.com/6i95rvCCQF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 3, 2023
ADVERTISEMENT
INDIA ગઠબંધનની પણ બેઠક
મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
11 વાગ્યા સુધી 4 રાજ્યોની સ્થિતિ
મધ્ય પ્રદેશ - 230
ભાજપ - 155
કોંગ્રેસ - 71
અન્ય - 4
રાજસ્થાન – 199
ભાજપ - 107
કોંગ્રેસ - 75
અન્ય - 17
ADVERTISEMENT
છત્તીસગઢ – 90
ભાજપ - 54
કોંગ્રેસ - 35
અન્ય - 1
તેલંગાણા – 119
કોંગ્રેસ+ – 63
બીઆરએસ – 42
ભાજપ + – 9
AIMIM - 4
અન્ય - 1
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.