બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / PM Modi will inaugurate the Bundelkhand Expressway today

ઉદ્ધાટન / PM મોદી આજે કરશે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, ચિત્રકૂટથી દિલ્હીની યાત્રા હવે માત્ર 7 કલાકમાં

ParthB

Last Updated: 12:17 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. એક્સપ્રેસ વે શરૂ થવાથી બુંદેલખંડ સીધું દિલ્હી અને લખનૌ સાથે જોડાઈ જશે.

  • બુંદેલખંડ એક્સપ્રેસવેનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
  • CM,રાજ્યપાલ સહિત દિગ્ગજો હાજર
  • બુંદેલખંડ એક્સપ્રેસવે 14,850 કરોડના ખર્ચે નિર્માણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.આ એક્સપ્રેસવે 14,850 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઝાંસી અને લલિતપુરથી મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. તેમને લઈ જવા માટે રોડવેઝની 120 અને 200 ખાનગી બસો તૈનાત કરવામાં આવી છે. શનિવારે ઝાંસી અને આજુબાજુના જિલ્લાના 13 માર્ગો ખાલી રહેશે. આ રૂટ પર બસો જોવા નહીં મળે. 

હેવ ચિત્રકૂટથી દિલ્હી માટેનો સફર 7 કલાકમાં પૂર્ણ થશે

એક્સપ્રેસ વે શરૂ થવાથી ચિત્રકૂટથી દિલ્હી સુધીની 630 કિલોમીટરની સફર છથી સાત કલાકમાં પૂર્ણ થશે. આગરા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસ વે દ્વારા દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સાથે જોડાશે. એક્સપ્રેસ વેના નિર્માણ બાદ બુંદેલખંડના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનો માર્ગ પણ ખુલશે. બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં શિલાન્યાસ કર્યો હતો. કન્સ્ટ્રક્શન એજન્સી યુપીડાએ કોરોના સમયગાળા છતાં લક્ષ્યાંક કરતાં આઠ મહિના આગળ 28 મહિનામાં એક્સપ્રેસ વે તૈયાર કર્યો છે. તેમાં ચાર રેલવે ઓવર બ્રિજ, 14 મોટા પુલ, 266 નાના પુલ, 18 ફ્લાયઓવર, 13 ટોલ પ્લાઝા અને 7 રેમ્પ પ્લાઝા છે.

એક્સપ્રેસ વે 24 કલાક સુરક્ષાના પડછાયા હેઠળ રહેશે

તેમાં ચાલતા વાહનોની સુરક્ષા માટે છ નાયબ પોલીસ અધિક્ષક સહિત 128 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 ઈનોવા વાહનો પણ લગાવવામાં આવ્યા છે. તેઓ 24 કલાક અહીંથી પસાર થતા વાહનો પર નજર રાખશે.

બુંદેલખંડ એક્સપ્રેસ વે સાત જિલ્લાઓનું કાયાકલ્પ થશે 

ચિત્રકૂટથી ઇટાવા સુધીનો 296 કિલોમીટર લાંબો બુંદેલખંડ એક્સપ્રેસવે સાત જિલ્લાઓનું કાયાકલ્પ થશે . તે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જિલ્લાઓને સીધું જોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાલૌનના કૈથરી ગામમાં 14850 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વેને જનતાને સમર્પિત કરશે.

PM મોદી બુંદેલખંડના કલાકારોનું પરફોર્મન્સ જોશે

બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે  સરકારે પુરી તાકાત લગાવી દીધી છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોની ભીડ ઉમટશે તેવી અપેક્ષા છે. આ માટે ટોળાને એકત્ર કરવાની જવાબદારી વડા, સચિવ, કોટદાર, આંગણવાડી વગેરેને સોંપવામાં આવી છે. આ પ્રસંગે બુંદેલખંડના કલાકારોની ટીમ પરફોર્મ કરશે. મોદીને બુંદેલી ગમચા પણ રજૂ કરવામાં આવશે.આ લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે PM મોદી હાજર રહેશે. આ સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સી.એમ બ્રિજેશ પાઠક, ડેપ્યુટી સી.એમ કેશવ પ્રસાદ મોર્ય, કેન્દ્રીય રાજ્યમંત્રી ભાનુપ્રતાપ વર્મા, કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ, સહિત ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ અને અગ્રણી ઉપસ્થિત રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ