બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi will attend various programs in Gandhinagar today

PM Modi Gujarat Visit / વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: મહાત્મા મંદિર ખાતે PM મોદીના હસ્તે આજે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન, જાણો સમગ્ર કાર્યક્રમ

Kishor

Last Updated: 11:26 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમા વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યા સર્કિટ હાઉસ ખાતે બપોરે ભોજન સમારંભ યોજાશે.

  • PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ 
  • ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં PM આપશે હાજરી
  • સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે 
  • PM મોદી મહાત્મા મંદિરમાં ત્રણ બેઠકો કરશે 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના મહેમાન બન્યા છે. બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન સૌરાષ્ટ્રના વિકાસને પણ ઈન્ટરનેશનલ પાંખો આપવાનો પ્રયાસ કરાયો હતો. બાદમાં વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. હવે પ્રવાસના બીજા દિવશે આજે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે.


ગાંધીનગરમાં PMના વિવિધ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજના તેઓના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તે સેમિકોન ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરશે.  વધુમાં PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યા સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.

Image
MP બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાએ કર્યું આયોજન
નોંધનિય છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું નવનિયુક્ત સાંસદો બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન  કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ, MP-MLA તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેને લઈને જાજરમાન વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

Image

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ