બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / PM Modi will again be the guest of Gujarat for three days from today

વતનમાં વડાપ્રધાન / આજથી ફરી ગુજરાતના ત્રણ દિવસના મે'માન બનશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

Kishor

Last Updated: 12:10 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન વધુ એક વખત વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેમના દ્વારા 14 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે.

  • PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે
  • 3 દિવસમાં 14 હજાર 500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ
  • PM મોદી અનેક યોજનાઓના કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત 
  •  

આજથી વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 3 દિવસ તેઑ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન 3 દિવસમાં  PM મોદી દ્વારા અનેક યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. જેમાં 14 હજાર 500 કરોડના વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા, આણંદ, ભરૂચ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે અમદાવાદ, જામનગર સહીતના શહેરોમાં કાર્યક્રમો અને સભાઓ ગજવશે. 

સાંજે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
આજે રવીવારે સાંજે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાથી તેઑ સીધા જ મોઢેરા જવા માંટે રવાના થશે. મોઢેરામાં મોઢેશ્વરી માતાના દર્શન કરી અને સૂર્ય મંદીરની પણ મુલાકાત લેશે.PM નરેન્દ્ર મોદી આજે મહેસાણા જિલ્લાની મુલાકાત લેશે. જેને લઇને મહેસાણામાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોઢેરા ગ્રામજનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.  જ્યાં કુળદેવી મોઢેશ્વરી માતાનાં દર્શન કરી આશીર્વાદ મેળવશે. તથા મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો યોજાશે.આ સાથે ભારતમાં પ્રથમ રૂપિયા 80.66 કરોડના ખર્ચે  તૈયાર થયેલા મોઢેરાને સોલાર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે. સૂર્ય મંદિરથી જાણીતું મોઢેરા ગામ હવે સોલાર પાવર્ડ વિલેજથી પણ ઓળખાશે. 

વિવિધ વિકાસ કાર્યક્રમો અને જનસભા સંબોધશે PM

ત્યાંર બાદ રવીવારે રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કરવામાં આવશે. ત્યારબાદ આગામી ૧૦ મી ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેને પગલે જિલ્લા ભાજપના આગેવાનોની આમોદ ખાતે સભાસ્થળ ઉપર બેઠક મળી હતી.જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ત્યારબાદ સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન પહોંચશે. જ્યાં શાસ્ત્રી મેદાનના આંગણે વિશાળ જનસભા સંબોધશે. ત્યારબાદ તેઑ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દિપાવશે. જ્યાંથી સીધા જામનગર જવા રવાના થશે. જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જનસભાનું સંબોધન પણ કરવામાં આવશે. જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિલ્લી જવા રવાના થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ