બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / PM Modi schedule of 22 january ayodhya ram mandir pranpratistha mahotsav

અયોધ્યા / પૂજાવિધિ, સંબોધન... રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કંઇક આવો હશે PM મોદીનો કાર્યક્રમ, જાણો શિડ્યૂલ

Vaidehi

Last Updated: 03:59 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધારે મહેમાનો સામેલ થશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં PM મોદી જોડાશે અને એ દિવસે જનસભાનું સંબોધન પણ કરશે. આયોજનમાં સંત, રાજનેતા, અભિનતા અને ક્રિકેટર્સ પણ જોડાશે.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 8000થી વધારે મહેમાનો જોડાશે.
  • PM મોદી સહિત અનેક સંતો અને દિગ્ગજો હાજરી આપશે
  • અયોધ્યા ખાતે થનારા તમામ સરકારી કાર્યક્રમોનું શિડ્યૂલ સામે આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામમંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય યજમાન રહેશે. આ ભવ્ય આયોજનમાં દેશ જ નહીં પણ વિદેશમાંથી પણ અતિથિ જોડાશે. આ સમારોહ માટે વિશેષ સુરક્ષાનું પણ આયોજન છે. આ વચ્ચે PM મોદીનાં અયોધ્યા પ્રવાસ દરમિયાન સરકારી કાર્યક્રમનું શિડ્યૂલ સામે આવ્યું છે.

PM મોદીનો શિડ્યૂલ
PM મોદી સોમવારે 22 જાન્યુઆરીનાં સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે અને 10.55 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે. બપોરે 12.05 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. આ બાદ બપોર 1 વાગ્યે અયોધ્યામાં સાર્વજનિક કાર્યક્રમમાં જોડાશે. બપોરે 2.15 વાહ્યે કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધારે મહેમાનો સામેલ થશે જેમાં દેશનાં પ્રધાનમંત્રીથી લઈને મોટા-મોટા સંતો, રાજનેતાઓ, અભિનેતાઓ અને અન્ય લોકો સામેલ થશે.

જનસભાનું સંબોધન
રામમંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસનાં અવસર પર PM મોદી જનસભાનું સંબોધન કરશે. મંદિરની સામે એક કેન્દ્રીય શિખર અને 2 પાર્શ્વ શિખર તેમજ ખુલ્લા મંચ પર ખુરશીઓ લગાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે અહીં આશરે 6000 ખુરશીઓ ગોઠવવામાં આવશે. PM મોદી, શ્રીરામની પ્રતિમાનાં નેત્ર આવરણ ખોલશે અને રામ પ્રતિમાને જળથી સ્નાન કરાવવામાં આવશે. લોકો નવી પ્રતિમાનાં દર્શનને લઈને તો ઉત્સાહિત છે જ સાથએ તેમને જૂની પ્રતિમા માટે પણ અથાગ શ્રદ્ધા છે. 

વધુ વાંચો: થિયેટરમાં મોટા પડદાં પર જુઓ રામલલ્લાનું આગમન: માત્ર 100 રૂપિયા ટિકિટ, પૉપકોર્ન-પાણી મફત

વિદેશમાં પણ આયોજન
માત્ર દેશ જ નહીં વિદેશોમાં પણ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગજબ તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીનાં માત્ર ભારત જ નહીં પણ સમગ્ર દુનિયામાં દિવાળી ઊજવવામાં આવશે અને દુનિયાનાં 60થી વધારે દેશોમાં 200થી વધારે સ્થાનો પણ વિશેષ કાર્યક્રમ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ