બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / ram lallas entry in theaters pay rs 100 to see the historical scene of pran pratishtha

મનોરંજન / થિયેટરમાં મોટા પડદાં પર જુઓ રામલલ્લાનું આગમન: માત્ર 100 રૂપિયા ટિકિટ, પૉપકોર્ન-પાણી મફત

Manisha Jogi

Last Updated: 12:57 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. દરેક વ્યક્તિ 22 જાન્યુઆરીએ PVR અને INOX થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકશે.

  • 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
  • આ દિવસને ખાસ બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ
  • થિયેટરમાં મોટા પડદાં પર જુઓ રામલલ્લાનું આગમન

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાની આ ભવ્ય નજારો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ મંદિરમાં જઈને આ નજારો જોઈ શકે તેમ નથી. હવે તમે મોટા પડદા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું દ્રશ્ય જોઈ શકશો. દરેક વ્યક્તિ 22 જાન્યુઆરીએ PVR અને INOX થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકશે. થિયેટરોમાં તે માટે મંજૂરી આપવામાં આવી છે. જે લોકો આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો ના બની શકે તે થિયેટરમાં મોટા પડદા પર આ ભવ્ય નજારો જોઈ શકશે.

PVR અને INOX દેશના 70 શહેરોમાં 170થી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે પ્રસારણ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જોઈ શકાશે. થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ માટે ટિકિટની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. તે જેમાં પાણી અને પોપકોર્ન કોમ્બો પણ શામેલ છે. PVRએ ક્રિકેટ વર્લ્ડ કપનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું.

વધુ વાંચો: 'રામ મંદિર પ્રસાદ'ના નામે મિઠાઇ વેચવા પર Amazonને કેન્દ્રની નોટિસ, જાણો જવાબમાં કંપનીએ શું કહ્યું

PVR સિનેમાએ આ અંગે જાણકારી આપી છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, ઋષભ શેટ્ટી, યશ, કંગના રનૌત, આલિયા ભટ્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો હાજર રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS વડા મોહન ભાગવત જેવા મહાનુભાવો પણ હાજર રહેશે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:15 વાગ્યે શરૂ થશે અને 12:45 વાગ્યે સમાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ